Singer Alka Yagnik's Daughter Married To Boyfriend Amit Desai
  • Home
  • Entertainment
  • Bollywood
  • સિંગર અલકા યાજ્ઞિકે એકલા હાથે કર્યા દીકરીનાં લગ્ન, 26 વર્ષથી રહે છે પતિથી અલગ!

સિંગર અલકા યાજ્ઞિકે એકલા હાથે કર્યા દીકરીનાં લગ્ન, 26 વર્ષથી રહે છે પતિથી અલગ!

 | 6:27 pm IST

બોલીવુડમાં અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે. બોલીવુડની જાણીતી સિંગર અલકા યાજ્ઞિકની દીકરી સાયેશાનાં લગ્ન બુધવાર 12 ડિસેમ્બરનાં રોજ થયા. સાયેશાએ પોતાના બૉયફ્રેન્ડ અમિત દેસાઈ સાથે લગ્ન કર્યા છે. લગ્નમાં સાયશા લાલ રંગનાં લહેંગામાં તો અમિત આઇવરી શેરવાનીમાં જોવા મળ્યો હતો. સુપરહિટ ગાયિકા અલકા યાજ્ઞિકે પોતાની દીકરીનાં લગ્નમાં એક ઇમોશનલ સિંગિંગ પરફૉર્મેન્સ પણ આપ્યું.

સાયેશા લાઇમ-લાઇટથી રહે છે દૂર

બોલીવુડમાંથી આ લગ્નમાં અભિનેત્રી પૂનમ ઢિલ્લન જોવા મળી હતી. સાયેશાનાં પ્રી-વેડિંગ કાર્યક્રમ 10 અને 11 તારીકે આયોજિત થયો હતો. આ દરમિયાન સાયેશાની હલ્દી અને સંગીત સેરેમની પણ થઈ હતી. જણાવી દઇએ કે ગત વર્ષે 25 ડિસેમ્બરનાં રોજ સાયેશા અને અમિતની રિંગ સેરેમની થઈ હતી. મા અલકા લાંબા સમય સુધી હિટ રહ્યા છતા સાયેશાએ ફિલ્મ જગતથી અંતર બનાવેલુ રાખ્યું. એકવાર સિંગિંગની ટ્રેનિંગ પણ લીધી, પરંતુ મન માન્યુ નહીં. સાયેશા 28 વર્ષની છે અને તે મુંબઈનાં અંધેરી વિસ્તારમાં Boveda Bristro રેસ્ટોરેંટની કૉ-ઑનર છે. વાત કરીએ તેની શિક્ષાની તો તે લંડન સ્કૂલ ઑફ માર્કેટિંગથી એમબીએ કરીને આવી છે.

પતિથી અલગ રહેવાનું કારણ છૂટાછેડા કે ઝગડો નથી….!

ગાયિકા અલકા યાજ્ઞિકે શિલૉંગ બેઝ્ડ બિઝનેસમેન નીરજ કપૂર સાથે વર્ષ 1989માં લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નનાં 26 વર્ષ થવા છતા બંને અલગ રહે છે. ઉલ્લેખનીય છે કે બંનેનાં અલગ રહેવાનું કારણ છૂટાછેડા કે ઝગડો નહીં, પરંતુ બંનેએ કામને કારણે આમ કર્યું છે. આ કારણે બંનેએ પોતાના કામ પર ફૉકસ બનાવેલું રાખ્યું છે. તો એકમાત્ર સંતાન સાયશા અલકા યાજ્ઞિક સાથે જ રહે છે. અલકા યાજ્ઞિકે બોલીવુડમાં એકથી એક હિટ સૉન્ગ આપ્યા છે. અલકાએ 80નાં દશકમાં બોલીવુડમાં ગાવાનું શરૂ કર્યું. તેમણે સિંગર ઉદિત નારાયણ અને કુમાર સાનૂ સાથે સૌથી વધારે રોમેન્ટિક સોંગ ગાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન