Singer Kanika Kapoor Getting Special facility in Hospital Corona Ward
  • Home
  • Entertainment
  • Bollywood
  • કનિકા કપૂરના નખરા બંધ થવાનું નામ જ નથી લેતા, તેને અપાતી સુવિધાઓને લઈ થયો ધડાકો

કનિકા કપૂરના નખરા બંધ થવાનું નામ જ નથી લેતા, તેને અપાતી સુવિધાઓને લઈ થયો ધડાકો

 | 9:00 pm IST

જાણીતિ ગાયિકા કનિકા કપૂર રોજેરોક કોઈ નવા જ વિવાદમાં ફસાતી જાય છે. કોરોનાગ્રસ્ત કનિકાની લખનૌના સંજય ગાઁધી પોસ્ટ ગ્રેજ્યુએશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં તેની સારવાર ચાલી રહી છે. અહીં તેને મળતી ખાસ સુવિધાઓને લઈને ખુલાસો થયો છે.

અહેવાલ પ્રમાણે અહીં કનિકાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી રહી છે. દેશમાં કોરોનાને લઈને મહામારી જેવી સ્થિતિ છે ત્યારે કનિકાની દેખરેખ માટે એક નહીં, અનેક નર્સ રાખવામાં આવી છે. કનિકાને કોરોના પોઝિટિવ નીકળ્યો છે.

એટલુ જ નહીં કનિકાની ઈચ્છા પ્રમાણે ખોરાક પણ આપવામાં આવી રહ્યો છે. તેના માટે સ્પેશિયલ રૂમ અને સુવિધાઓ આપવામાં આવી રહી છે. કનિકા કપૂરે અહી પોતાની સાથે અણછાજતુ વર્તન થયાની ફરિયાદ કરી હતી. પરંતુ હવે તે સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળવાથી ખુશ છે.

એસપીજીઆઈના ડાયેરક્ટર પ્રોફેસર આર.કે ધીમને જણાવ્યું કે, કનિકા કપૂરને અલગ રૂમની સાથે અલગ ડાયટ પણ આપવામાં આવી રહ્યું છે. બસ, તે એક દર્દીની જેમ વ્યવહાર કરે તે જરૂરી છે. તે સ્ટારની જેમ વ્યવહાર તેની સારી દેખરેખ માટે કરવામાં આવી રહ્યો છે. કનિકા કપૂરે જે આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે, તે સ્પેશિયલ રૂમમાં છે. અહીં તેની દેખરેખ માટે એક-બે નહી, પરંતુ 6 નર્સની ડ્યુટી લગાવવામાં આવી છે. દર ચાર કલાકમાં નર્સની ડ્યુટી બદલી દેવામાં આવે છે. નર્સ કનિકાના દરેક કામ કરે છે. દવા ખવડાવવાથી લઈને કેર કરવા સુધીની દરેક જવાબદારી નિભાવે છે. આઈસોલેશન વોર્ડમાં એક નર્સ આખો દિવસ તેની સાથે રહે છે.

દેશમાં કોરોના વાયસરને લઈને રાજ્યોથી લઈને કેન્દ્ર સરકાર ખડે પગે છે ત્યારે કનિકા માટે અલગથી તેની મનપસંદનું ભોજન પીરસવામાં આવે છે. આ ખોરાક ગ્લુટેન ફ્રી હોય છે. કનિકા ઘઉં કે રાઈ વગેરેમાં મળી આવતા પ્રોટીનને પચાવી શક્તી નથી. તેથી તેના માટે અલગથી ગ્લુટેન ફ્રી ડાયટ બનાવવામા આવે છે. જે લોકોને ઓટો ઈમ્યુન ડિસીસ હોય છે, તેમાં ગ્લુટેન માટે એલર્જી જોવા મળે છે. તેથી કનિકાને આ પ્રકારનું ડાયટ આપવામાં આવે છે.

આલિશાન રૂમ

કનિકાનો આઈસોલેશન વોર્ડ એકદમ અલગ છે. તેમાં તેના માટે અલગથી ટોયલેટ, બેડ અને ટીવી પણ છે. રૂમમાં વાઈફાઈ ફેસિલિટી પણ છે. કનિકાના રૂમમાં અલગથી રેગ્યુલેશન યુનિટ પણ છે.

કનિકા કપૂરને 19 માર્ચના રોજ કોરોના વાયરસ પોઝિટિવ મળ્યો હતો. 20 માર્ચના રોજ તેને એડમિટ કરાઈ હતી. તે 9 માર્ચના રોજ લંડનથી પરત ફરી હતી. ત્યાર બાદ તેને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો.

આ વીડિયો પણ જુઓ : કોરોનાને લઈને PM મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન