Singer Kanika Kapoor's Apartment 35 People Corona Test
  • Home
  • Entertainment
  • Bollywood
  • કનિકાનું ગાંડપણ સોસાયટીના લોકોને પડી રહ્યું છે ભારે, 35ના રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

કનિકાનું ગાંડપણ સોસાયટીના લોકોને પડી રહ્યું છે ભારે, 35ના રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

 | 7:17 pm IST

બોલિવૂડની ગાયિકા કનિકા કપૂરે વાટેલો ભાંગરો હજી અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. કનિકા કપૂરનો તો કોરોના રિપોર્ટ તો પોઝિટિવ આવ્યો જ છે પણ હવે તેણે કાનપુરની જે સોસાયટીમાં રોકાઈ હતી અને પાર્ટી આપી હતી ત્યાંના રહેવાસીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.

15 માર્ચે કનિકા લંડનથી લખનઉ આવી હતી અને એરપોર્ટ પરથી તે વોશરૂમમાંથી છુપાઈને ભાગી ગઈ હતી. ગયા શુક્રવારે લખનઉમાં કનિકાનો કોરોના ટેસ્ટ થયો જે પોઝિટીવ આવ્યો હતો. ત્યાં જ કનિકા કપૂરને લઈને વધુ એક ખબર સામે આવી છે.   

કનિકાએ લખનૌમાં કલ્પના ટાવરમાં પાર્ટી આપી હતી. જેમાં હાજર 35 લોકોનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો છે. કનિકાની સાથે કલ્પના ટાવરમાં 35માંથી 11 લોકોના કોરોના વાયરસનો ટેસ્ટ રિઝલ્ટ નેગેટિવ આવ્યો છે. જોકે હજુ લોકોના ટેસ્ટ રિપોર્ટ આવવના બાકી છે.

એક અહેવાલ પ્રમાણે કલ્પના ટાવર, જ્યાં કનિકા કપૂર પોતાના અંકલની સાથે 13 માર્ચે રોકાઈ હતી. જ્યાં રહેનાર 35 લોકોનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો. જેમાંથી 11 લોકોની રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે 24 લોકોના ટેસ્ટ રિપોર્ટ હજી સુધી આવ્યા નથી. 

સિંગર કનિકા કપૂર પર કોરોના વાયરસને લઈને બેદરકાર રહેવા બદલ યુપીમાં ત્રણ એફઆઈઆર દાખલ થઈ ચુકી છે. જાણીજોઈને સંક્રમણ ફેલાવવાના મામલે લખનઉના થાના હજરતગંજ, મહાનગર, ગોમતીનગર અને સરોજની નગર પોલીસ સ્ટેશનમાં કુલ ચાર ફરીયાદ દાખલ કરવામાં આવી છે. આટઆટલું બધુ થઈ ગયા બાદ પણ કનીકાના તેવરમાં કોઈ ફેર નથી આવ્યો.

તેને લખનૌના જે પીજીઆઈ હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવી છે. તે હોસ્પિટલના ડાયરેક્ટર ડો આરકે ધીમાને લેખિત નિવેદન જાહેર કરતા કનિકા પર ઢગલાબંધ આરોપો લગાવ્યા છે. હોસ્પિટલ સ્ટાફનું કહેવું છે કે કનિકા સારવારમાં જરા પણ સહયોગ નથી આપી રહી. તે એક પેશન્ટ નહીં પરંતુ સ્ટાર જેવુ વર્તન કરી રહી છે. જેને લઈને કનિકા કપૂર પર ચારેકોર માછલા ધોવાઈ રહ્યાં છે.

જુઓ આ વીડિયો પણ : અમિતાભ બચ્ચનના ટ્વીટ પર સ્વાસ્થ્ય મંત્રાલયની સ્પષ્ટતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન