તેમણે કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારીની ભવિષ્યવાણી કરી હતી
  • Home
  • Entertainment
  • Bollywood
  • તો શું આ દિગ્ગજને વર્ષો પહેલા જ કોરોનાનો આવી ગયો હતો અંદાજ, ભવિષ્યવાણી સાચી ઠરી

તો શું આ દિગ્ગજને વર્ષો પહેલા જ કોરોનાનો આવી ગયો હતો અંદાજ, ભવિષ્યવાણી સાચી ઠરી

 | 7:08 pm IST

કોરોના વાયરસે અનેક સેલિબ્રિટીને પણ ઝપટમાં લીધા છે. જોકે આ વાયરસની વર્ષો પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હોવાના દાવા થઈ રહ્યાં છે. તેમાં વધુ એક નામ ઉમેરાયું છે. તે છે જાણિતા દિવંગત પોપ સ્ટાર માઇકલ જેક્સનનનું. કહેવાય છે કે, માઈકલ જેક્સને વર્ષો પહેલા કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારીની ભવિષ્યવાણી કરી હતી. જેને લઈને તેની મજાક ઉડાવવામાં આવતી હોહતી

માઈકલ જેક્શન હંમેશા પોતાના ચહેરા પર માસ્ક પહેરી રાખતા હતા. તેમના એક પૂર્વ અંગરક્ષકએ આ વાતનો દાવો કર્યો છે. એક વેબસાઈટના અહેવાલ અનુસાર દુનિયાભરમાં COVID-1ની આ સ્થિતિને જોતાં મેટ ફિડેસે આ વિશે વાત કરી છે કે જેમણે દાયકાઓ સુધી જેક્સન માટે કામ કર્યું છે.

મેટે કહ્યું કે, તે (માઇકલ જેક્સન) જાણતા હતા કે પ્રાકૃતિક આપદા હંમેશા રહે છે. તે એકદમ જાગૃત હતા અને હંમેશા એ વાતની ભવિષ્યવાણી કરતા હતા કે કોઇપણ સમયે આપણા બધા પર મુસિબત આવી શકે છે. કોઇ રોગના જીવાણુ ફેલાઇ શકે છે.

મેટે આગળ કહેતાં જણાવ્યું કે’તે ક્યારેક-ક્યારેક એક જ દિવસમાં ચાર દેશોની યાત્રા કરતા હતા. હવાઇ જહાજમાં ઘણા લોકો સાથે બેસીને મુસાફરી કરતા હતા. મેટે કહ્યું હતું કે, તેમણે ઘણીવાર તેમને મજાકમાં ફેસમાસ્ક ન પહેરવા માટે કહ્યું કારણ કે તે માસ્ક પહેરી રાખતા હતા, ત્યારે મેટને તેમની સાથે ફોટો ખેંચાવવામાં શરમ આવતી હતી, તે ખૂબ અસહજ થતા હતા.

તેમણે જણાવ્યું હ્તું કે, મારી આ વાતો પર જેક્સન કહેતા હતા કે, મેટ હું બિમાર પડી ન શકુ, હું મારા પ્રશંસકોને નિરાશ ન કરી શકું. મારા ઘણા બધા કાર્યક્રમો છે. મારું આ દુનિયામાં રહેવાનું કારણ છે. હું મારા અવાજને નુકસાન પહોંચાડી ન શકું. મારે સ્વસ્થ્ય રહેવું પડશે. હું જાણુ છું કે આજે મારો સામનો કોઇ મુસિબતથી થવાનો છે, હું જાણતો નથી કે મારા પર શું ગુજરવાનું છે.

આજે જો તે જીવિત હોત તો, આ સ્થિતિ પર લોકોને શું કહેતા? તેના જવાબમાં મેટે કહ્યું કે ”તે રડતા, કહેતા કે જ્યારે તે આ પ્રકારની વાત કરતા હતા, ત્યારે કોઇ તેને ગંભીરતાથી લેતું ન હતું અને લોકો તેમની મજાક ઉડાવતા હતા. વર્ષ 2009માં માઇકલ જેક્સનનું નિધન થયું હતું. માઈકલ જેક્સનની માસ્ક પહેરવાની ટેવને કોરોના જેવા વાયરસના ફેલાવા સાથે જોડીને જોવામાં આવી રહી છે.

જુઓ આ વીડિયો પણ : કોરોનાથી ભારતમાં અત્યાર સુધી 12 લોકોના મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન