ગાયક પેપોન એક સગીરાને ચુંબન કરી મુસીબતમાં ફસાયો - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • ગાયક પેપોન એક સગીરાને ચુંબન કરી મુસીબતમાં ફસાયો

ગાયક પેપોન એક સગીરાને ચુંબન કરી મુસીબતમાં ફસાયો

 | 12:01 am IST

મુંબઇ, તા.૨૩

ગાયક પેપોન રિયાલિટી શોની જૂનિયર સ્પર્ધકને હોળી પાર્ટી દરમિયાન ચુંબન કરતા મુસીબતમાં ફસાઇ ગયો છે. સુપ્રીમ કોર્ટની વકીલ રૂના ભુઇયાંએ પોસ્કો એકટ હેઠળ ગાયક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ પેપોનના વકીલે ફરિયાદ નોંધાતા વાંધો ઉઠાવ્યો છે. સોશિયલ મીડિયા પર પેપોન સામે એક ઝુંબેશ શરૂ થઇ ગઇ છે. મોહ મોહ કે ધાગે ગીતથી લોકપ્રિય બનનાર પેપોન હિંદી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો છે. લાખો દિલો પર રાજ કરનાર પેપોન એક જ રાતમાં તેની એક ગંદી હરકતને પગલે તેના પ્રશંસકોની નજરમાંથી ઉતરી ગયો છે.  બાળકોના રિયાલિટી સિંગિંગ શો ધ વોઇસ ઇન્ડિયા કિડસમાં જજની ભૂમિકા નિભાવનાર પેપોન પર આ જ રિયાલિટી શોમાં જ્યારે હોળી સેલિબ્રેશન માટેનો વિશેષ એપિસોડ શૂટ થઇ રહ્યો હતો ત્યારે એક સગીરાને દબાણપૂર્વક ચુંબન કરી હતી. આ વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા બાદ તેની વિરુદ્ધ પોસ્કો હેઠળ મામલો નોંધાયો છે. આ સગીરા પેપોનની ટીમનો જ ભાગ છે. પેપોને આ સગીરાને દબાણપૂર્વક ચુંબન તેમ જ ખોટી જગ્યાએ ટચ કરવાનો પણ પ્રયાસ કર્યો છે આ જ વાતે હંગામો મચી ગયો છે. નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટસમાં પેપોન વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે અને આ મામલે પેપોને વિરોધ નોંધાવ્યો છે. પોસ્કો કાયદા અંતર્ગત પેપોન સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ ગઇ છે.

શું હતું વિડિયોમાં ?  

પેપોને ફેસબુક પર પોતાના સત્તાવાર પેજ પર એક લાઇવ વિડિયો અપલોડ કર્યો હતો. આ વિડિયોમાં પેપોન બાળકો સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. પાંચ મિનિટના આ વિડિયોના અંતે પેપોન એક સગીરાને ચુંબન કરતો જોવા મળી રહ્યો છે. પેપોને હોળી સેલિબ્રેશન દરમિયાન ગબ્બરનો પહેરવેશ પહેર્યો હતો. પોતાની ક્રુ ટીમ અને બાળકો સાથે પેપોન રંગ બરસે ગીત પર નાચતો અને ધમાલ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેનો વિરોધ શરૂ થયો હતો અને એક વકીલે ગાયક વિરૂધ્ધ નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હું બાળકોની સેફટી અને સિકયોરિટી માટે ચિંતાગ્રસ્ત છું. તેમનું શોષણ કોઇપણ કારણોસર અટકવું જોઇએ. આ વિડિયોને અત્યારસુધી બે લાખથી વધુ લોકોએ જોઇને વખોડયો છે.

પેપોનની સ્પષ્ટતા  

ગાયક પેપોને પોતાની જ ટીમની સ્પર્ધકને ચુંબન કર્યા બાદ તેની બબાલ થતાં આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે મારો ખોટો ઇરાદો નહોતો. મારો હેતુ કંઇ ખોટો નહોતો.

;