શ્રીદેવીના બે ચાહકોએ આપી એવી શ્રદ્ધાંજલિ, જે અત્યાર સુધી કોઈએ નથી આપી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્રીદેવીના બે ચાહકોએ આપી એવી શ્રદ્ધાંજલિ, જે અત્યાર સુધી કોઈએ નથી આપી

શ્રીદેવીના બે ચાહકોએ આપી એવી શ્રદ્ધાંજલિ, જે અત્યાર સુધી કોઈએ નથી આપી

 | 12:15 pm IST

થોડા દિવસ પહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રીદેવીને સન્માનિત કરાઈ હતી. તેમને સિનેમાના ક્ષેત્રે યોગાદાન માટે વિશેષ સન્માનની જાહેરાત કરાઈ હતી. તેમના પરિવાર તરફથી આ એવોર્ડ સુભાષ ઘાઈએ સ્વીકાર્યો હતો. પરંતુ ફેસ્ટિવલના અંતિમ દિવસે પણ શ્રીદેવીના નામની ચર્ચા કાન્સમાં થતી રહી હતી. અહીં ભારતીય સિંગર રવીના મેહતાએ શ્રીદેવીની તસવીરવાળો ગાઉન પહેરીને બધાને ચોંકાવી દીધા હતા. આમ, તેમણે શ્રીદેવીને અનોખી રીતે ટ્રિબ્યુટ આપી હતી.

સિંગર રવીના મહેતાએ કાન ફેસ્ટિવલમા હાજર થવા માટે સિન્ડ્રેલા ગાઉન બનાવડાવ્યું હતું. જેના પર શ્રીદેવીની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર બનાવવામાં આવી હતી. તેમણે શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા આ રીતે અપનાવી હતી. તેમની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

અન્ય એક ચાહકે કાર સજાવી
તો બીજી તરફ, શ્રીદેવીની અન્ય એક ચાહકે બોની કપૂરને સરપ્રાઈઝ આપી હતી. પૂણેની ટોનુ સોજાતિએ પોતાની આખી કાર પર શ્રીદેવીની તસવીરો લગાવી હતી. આ કારને લઈને તે પૂણેથી મુંબઈ બોની કપૂરને મળવા આવી હતી. ફેનની શ્રીદેવીની અનોખી શ્રદ્ધાંજલિ જોઈને બોનો કપૂર સરપ્રાઈઝ થઈ ગયા હતા. તેમણે ખાસ સમય કાઢીને કાર નિહાળી હતી અને ટોનુને અભિનંદન આપ્યા હતા.

ટોનુએ કહ્યું કે, હું શ્રીદેવીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિને આખા પરિવારને બતાવવા માંગતી હતી. મેં બોની કપૂરને રિકવેસ્ટ કરી હતી, કે તેઓ થોડો સમય આપે. ખુદ તેમણે મારો કોલ લીધો હતો, અને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે બોનીએ ટોનુ અને તેના મિત્રોને ઓફિસ બોલાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન