single dose of the vaccine was given to 75 crore people in the country
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ભારતમાં રસીકરણનો આંક 75 કરોડને પાર, WHOએ પણ કરી પ્રશંસા

ભારતમાં રસીકરણનો આંક 75 કરોડને પાર, WHOએ પણ કરી પ્રશંસા

 | 6:46 pm IST
  • Share

ભારતમાં કોરોના સામે લડવા રસીકરણ અભિયાન ઝડપથી આગળ વદી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, દેશમાં કુલ રસીનો આંક 75 કરોડને પાર પહોંચી ગયો છે. સોમવારે જ આ આંકડો 75 કરોડને પાર પહોંચી ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રઈ નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ સબકા વિકાસ’ મંત્રની સાથે રસીકરણ અભિયાન સતત નવા કિર્તીમાન સ્થાપિત કરી રહ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે કે આઝાદીના 75માં વર્ષેમાં દેશે 75 કરોડ રસીકરણનો આંક વટાવી દીધો છે.

જે ગતિથી દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તેને જોતા લાગી રહ્યું છે કે, એક મહિનામાં દેશમાં 100 કરોડ લોકોને રસીનો ઓછોમાં ઓછો એક ડોઝ જરૂર મળી જશે. અત્યાર સુધી જે રસીકરણ થયું છે તેમા 75 કરોડ લોકોને એક ડોઝ મળ્યો છે અને અંદાજે 18 કરોડ લોકોને બન્ને ડોઝ મળ્યા છે.

ભારતમાં ઝડપથી ચાલી રહેલા રસીકરણ અભિયાનની પ્રશંસા WHOએ પણ કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પ્રાદેશિક નિર્દેશક ડો, પૂનમ ખેત્રપાલ સિંહે ભારતમાં ચાલી રહેલા ઝડપી રસીકરણ અભિયાનની પ્રશંસા કરી છે અને શુભેચ્છા પાઠવી છે. ડો. પૂનમે કહ્યું કે, ભારતને પહેલા 10 કરોડના આંક સુધી પહોંચવા 85 દિવસ લાગ્યા હતા પરંતુ 65 કરોડથી 75 કરોડ સુધીનો આંક માત્ર 13 દિવસમાં જ પાર કરી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન