સિંગલ પેરેન્ટની છોકરીઓને થાય છે આ પ્રોબ્લેમ, જાણો તમે પણ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • સિંગલ પેરેન્ટની છોકરીઓને થાય છે આ પ્રોબ્લેમ, જાણો તમે પણ

સિંગલ પેરેન્ટની છોકરીઓને થાય છે આ પ્રોબ્લેમ, જાણો તમે પણ

 | 4:30 pm IST

ઓસ્ટ્રેલીયન અભ્યાસમાં કહેવાયું છે કે, જે બાળકો એક જ પેરન્ટ સાથે રહીને ઉછર્યા હોય તેમની હેલ્થ નબળી હોય છે, ખાસ કરીને છોકરીઓની.

તમને જણાવી દઇએ કે, સિંગલ પેરન્ટ ધરાવતી છોકરીઓની લાઇફ ઓછી પ્રવૃતિમય અને અનહેલ્ધી ડાયટવાળી હોય છે. આવા બાળકોમાં બહારનું ખાવાનું, કસમયે ખાવાનું, જંક ફૂડ ખાવાનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય છે, જેને કારણે ઓબેસીટીનું જોખમ વધે છે. અભ્યાસીઓએ 12થી 17 વર્ષનાં છોકરા-છોકરીઓનો અભ્યાસ કરીને નોંધ્યું હતું કે, સિંગલ પેરન્ટ્સ પાસે ઊછર્યા હોય એવા પરીવારોમાં હેલ્ધી ડાયટનું ચલણ ઓછું હોય છે.

ખાસ કરીને છોકરીઓ ખૂબ જ આળસુ અને સુસ્તીવાળી દિનચર્યા ધરાવે છે. સિંગલ પેરન્ટ ધરાવતાં બાળકો સ્પોર્ટસમાં પણ ઓછા એક્ટિવ હોય છે જે તેમના એકિટવીટી લેવલ પર અસર કરે છે. સિંગલ પેરન્ટમાં મમ્મી હોય કે પપ્પા એનાથી કોઇ ફરક નથી પડતો, પણ એક જ પેરન્ટ ધરાવતી છોકરીઓમાં મેદસ્વિતાનું પ્રમાણ બન્ને પેરન્ટસ ધરાવતી કન્યાઓ કરતાં ત્રણ ગણું વધારે હોય છે.