On Talk Show Koffee With Karan, Sister Shweta Revealed Truth About Abhishek
  • Home
  • Entertainment
  • Bollywood
  • કૉફી વિથ કરણ શૉમાં બહેન શ્વેતાએ અભિષેકની ખોલી પોલ

કૉફી વિથ કરણ શૉમાં બહેન શ્વેતાએ અભિષેકની ખોલી પોલ

 | 4:33 pm IST

હાલમાં જ અભિનેતા અભિષેક બચ્ચન તેમની બહેન શ્વેતા નંદા સાથે કરણ જોહરના બહુચર્ચિત શૉ, કૉફી વિથ કરણમાં સાથે જોવા મળશે. લગભગ આ પહેલો એવો ટૉક શૉ હશે જેમાં મહાનાયકના પુત્ર અને પુત્રી એકસાથે જોવા મળશે. આ શૉ દરમિયાન શ્વેતા દ્વારા અમિતાભ બચ્ચ્નથી લઇને ઘરના બધા જ સભ્યોની પોલ ખોલી હતી.

હાલમાં જ સ્ટારવર્લ્ડ દ્વારા આ એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં કરણ જોહર અભિષેકને એવા સવાલ કરે છે કે જેના જવાબ આપવા અભિષેકને ભારે પડી જાયા છે. જ્યારે શ્વેતાને ઘરના સભ્યો વિશે પૂછતા તેણીએ પણ ઘરના બધા જ સભ્યોની પોલ ખોલી હતી.

કરણ જોહરે શૉ દરમિયાન અભિષેકને સવાલ પૂછ્યો હતો કે તેઓ ઘરે સૌથી વધારે કોનાથી ડરે છે, માતા જયાથી કે પત્ની એશ્વર્યાથી ? જ્યારે અભિષેક આ સવાલના જવાબમાં પોતાની માતા જયાનું નામ લે છે, પરંતુ એજ સમયે શ્વેતા અભિષેકને વચ્ચેથી જ કાપે છે અને એશ્વર્યાનું નામ લે છે. પાછળથી અભિષેક જણાવે છે કે આ સવાલ મારા માટે છે એટલે વાત પણ મારી જ માનવામાં આવશે.

ખરેખર ભલે તમે દુનિયાના ગમે તે ક્ષેત્ર સાથે જોડાયેલા રહો, પરંતુ ભાઇ-બહેનો સંબંધ હંમેશા મજાક-મસ્તી સાથે જોડાયેલા હોય છે. હાલમાં જો અભિષેક અને એશ્વર્યાની વાત કરવામાં આવે તો અનુરાગની આગામી ફિલ્મ ગુલાબ જામુનને લઇને બન્ને જણા શૂટિંગમાં વ્યસ્થ છે. આ પહેલા આ જોડી 8 વર્ષ પહેલા આવેલી ફિલ્મ રાવણમાં એકસાથે જોવા મળી હતી.