દમણમાં મહિલા અને બાળકોની હત્યામાં બનેવીને ત્રિપલ સજા ફટકારાઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • દમણમાં મહિલા અને બાળકોની હત્યામાં બનેવીને ત્રિપલ સજા ફટકારાઈ

દમણમાં મહિલા અને બાળકોની હત્યામાં બનેવીને ત્રિપલ સજા ફટકારાઈ

 | 3:11 pm IST

દમણના ડાભેલની એક ચાલીમાં રહેતી એક મહિલા અને તેના બે બાળકોની હત્યા થવાની ઘટના અંગે ૨૦૧૪માં નાની દમણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં મહિલાનો પતિ મૃત્યું પામ્યો હોવાથી તેણી તેના બનેવી સાથે બિહારથી ભાગી આવી દમણ રહેતી હતી. પોલીસ તપાસમાં મહિલાના બનેવી સામે જ શંકા ઉભી થતાં પોલીસે તેની બિહારથી ધરપકડ કરતા ત્રણેય મર્ડરનો ભેદ ઉકેલાયો હતો. આ કેસ દમણ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા પુરાવાને આધારે સેશન્સ કોર્ટે આરોપીને ત્રણેય મર્ડરમાં ગુનેગાર ગણી ત્રિપલ સજા ફટકારી હતી.

મળતી વિગત અનુસાર નાની દમણ ડાભેલ ખાતે આવેલી રાજુભાઇની ચાલીમાં બીના નામની મહિલા રહેતી હતી. આ મહિલાનો પતિ મરણ પામ્યો હોવાથી તેના બે બાળકો ચંદન અને કુંન્દ્ન તથા બનેવી વિકાસ રવિદાસ સાથે તેણી રહેતી હતી. દરમિયાનમાં તા.૧૯ માર્ચ ૨૦૧૪ના રોજ બીના, ચંન્દન અને કુંન્દ્ની હત્યા થઈ ગઈ હોવાની જાણકારી દમણ પોલીસને મળતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્રણેનું ગળું દાબી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતુ. આથી દમણ પોલીસે ઘટના અંગે ૩૦૨ મુજબ ગુનો દાખલ કરી પીઆઇ ભરત પુરોહિતે તપાસ આદરી હતી. જે દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, મરનાર મહિલાનો પતિ મૃત્યું પામ્યો હતો અને મહિલા બિહારથી ભાગી આવી તેના બનેવી વિકાસ રવિદાસ સાથે રહેતી હતી.

પોલીસે તપાસ કરતા વિકાસ તરફ શંકા ગઈ હતી. જે બાદ તેને પોલીસ બિહારથી પકડી લાવી હતી. આરોપીને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવી પુછતાછ કરતા તેણે વહેમને કારણે મહિલા તથા બાળકોનું મર્ડર કર્યું હોવાનું બહાર આવ્યું હતુ. આખરે આ ત્રિપલ મર્ડરનો કેસ દમણ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ ગોવર્ધન પુરોહિતે કોર્ટમાં જજ મહેરે સમક્ષ આરોપી સામેના પુરાવા રજૂ કરતા આરોપીને આ કેસમાં તકસીરવાન ઠેરવીને સજા ફટકારવામાં આવી છે. દમણમાં પહેલો કેસ હશે જેમાં આરોપીને ૧૪ વર્ષની સજા પૂર્ણ થયા બાદ ફરી ૧૪-૧૪ વર્ષની સજા ફટકારવામાં આવી છે.એટલે કે આ કેસમાં આરોપીએ ત્રણવાર સજા ભોગવવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન