both-sisters-have-missed-the-corner-of-the-corner-of-india
  • Home
  • Featured
  • 10 વર્ષ પહેલા ઘરેથી નીકળેલી બન્ને બહેનો ફરી ચૂકી છે ભારતનો ખૂણે ખૂણો

10 વર્ષ પહેલા ઘરેથી નીકળેલી બન્ને બહેનો ફરી ચૂકી છે ભારતનો ખૂણે ખૂણો

 | 12:17 pm IST

10 વર્ષ પહેલા બે બહેનો કોઇપણ પ્લાન વગર એક ટ્રિપ પર નીકળી ગઇ હતી. પ્રાચી અને હિમાદ્રી નામની બે યુવતીઓ એક દિવસ દિલ્હી સ્થિત તેમા ઘરથી નીકળી અને બસ સ્ટોપ પર પહોંચી. તે સમયે તે લોકોને ખબર જ નહોતી કે તે બન્ને કયા જવાના છે. આઠ કલાકની મુસાફરી બાદ બન્ને બહેનો સિમલામાં હતી.


મોટા મોટા સુંદર પહાડના દ્રશ્યએ તેમની લાઇફ બદલીને રાખી દીધી. હવે ઘૂમોફીરો સિસ્ટર્સના નામથી મશહૂર પ્રાચી અને હિમાદ્રીએ તેમના પેશનને જોબ બનાવી લીધી છે. બન્ને બહેનો હવે મહિલાઓ માટે એડવેન્ચર્સ અને ટીમ બિલ્ડીંગ ઇવેન્ટ્સનું આયોજન કરે છે.

જેમાથી પ્રાચી જણાવે છે કે મારી આસપાસ લોકોએ પુછવાનું શરૂ કરી દીધુ છે, શુ તમારા બન્નેના પગમાં પૈડાય લાગેલા છે. જ્યારે પણ અમે તમારી સાથે વાત કરીએ છીએ ત્યારે તમે ફરી રહ્યા હોવ છો.

શિમલાની પહેલી ટ્રિપે તેમની અંદર એક આગ ભરી દીધી છે. તે બાદ બન્ને બહેનો વિકેન્ડ પર દેશના ખૂણા-ખૂણામાં છુપાયેલા ટ્રેક પર જવાનું શરૂ કરી દીધુ છે અને આ સિલસિલો આજ સુધી જારી છે.


પ્રાચી વધુમાં કહે છે કે મને લાગે છે કે ટ્રાવેલ કરવી મારા જીન્સમાં છે.હરવા ફરવાથી મને શાંતિ મળે છે. જ્યારે પણ હું તનાવમાં હોવ છું તો હું તરત મારી બેગ પેક કરી લવું છુ અને ફરવા નીકળી જવું છું.

કેટલીક વખત બન્ને એડવેન્ચર ટ્રિપમાં મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. કેટલાક વર્ષો પહેલા પ્રાચી હિમાલયમાં ટ્રેકિંગ દરમિયાન હિમસ્ખલનમાં ફસાઇ ગઇ હતી. આ રીતે એક વખત બન્ને મોનસૂનમાં હિમાલયમાં નેશનલ પાર્કમાં ટ્રેકિંગ કરતા સમયે રસ્તો ભૂલી હઇ હતી. પરંતુ બન્નેનો બહેનોનો ફરવા માટેનું જુનુન વધતું ગયું.


ટ્રાવેલિંગ તમને ઘણી વાતો શીખવાડે છે. તમે વિનમ્ર અને શાંત થઇ જાવ છો. સોલો ટ્રાવેલિંગથી તમને નવા લોકોને મળવાની તક અને આત્મનિરિક્ષણ કરવાની તક મળે છે. વધુમાં પ્રાચી કહે છે કે જ્યારે પણ મને કોઇ કહે છે કે વિદેશ ફરવા જઇ રહ્યા છો મારો બીજો સવાલ હોય છે કે શુ કરવા જઇ રહ્યા છો. હુ કહું છુ કે ભારતમાં ઘણી એવી જગ્યા છે કે જ્યાં તમે હરી ફરી શકો છો. ઘૂમોફિરો સિસ્ટર્સ ટૂરમાં લોકોને હિમાલયની ટ્રેકિંગ, કાન્હા નેશનલ પાર્કના જંગલોમાં ઓવરનાઇટ એડવેન્ચર્સ, રાફ્ટિંગ સહિત ઘણા એવા એડવેન્ચર્સ કરાવે છે.


જોકે આ બન્ને બહેનોનું લક્ષ્ય છે કે ભારતની સુંદરતા લોકોને બતાવવી અને ભારતીય મહિલાઓને એકલા ટ્રાવેલ કરવા માટે પ્રેરિત કરવી. તેમજ મહિલા હોવાના કારણે અન્ય મહિલાઓ માટે કઇક કરવા માંગે છે. તે યુવતીઓને તેમના કમ્ફર્ટ જોનથી બહાર નીકળીને આગળ વધવા પ્રેરિત કરે છે. તે સિવાય ભારતીય હોવાના કારણે સુરક્ષાને લઇને મનમાં અનેક ડર લાગે છે જેથી ગ્રુપમાં કેટલીક મહિલાઓને રાખેલ છે અને ખાસ કરીને કોશિશ કરે છે કે ગાઇડ્સ અને ડ્રાઇવર ફિમેલ જ હોય જેથી તે પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન