sitaram yechury on indian economy nirmala sitharaman
  • Home
  • Business
  • સીતારમણે કરેલી જાહેરાતને સીતારામે વખોડ્યુ કહ્યુ કે…

સીતારમણે કરેલી જાહેરાતને સીતારામે વખોડ્યુ કહ્યુ કે…

 | 3:22 pm IST

કેન્દ્ર સરકાર દ્વારા ઈકોનોમીએ ફરી વેગવંતી કરવા માટે શુક્રવારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. નાણા મંત્રી સીતારમણે કોર્પોરેટ ટેક્સમાં છુટની જાહેરાત કરી હતી જેનું CPI(M) નેતાને પેટમાં દુખ્યુ હતુ. CPI(M) નેતા સીતારામે યેચુરીએ ટ્વીટ કરી લખ્યુ કે આ એક પ્રકારનું સ્કેન્ડલ છે. ખુબ મોટુ કૌભાંડ છે જેને આકાર આપવામાં આવી રહ્યો છે.

સીતારામ યેચુરીએ લખ્યુ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી જે 1.76 લાખ કરોડ રૂપિયા લીધા હતા, તેમાં 1.45 લાખ કરોડ હવે કોર્પોરેટ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. આ એક પ્રકારનું કૌભાંડ જ કહી શકાય. આ કોઈ પણ પ્રકારની ડિમાન્ડ પુરી નહી કરી શકે. આનાથી વેપારીઓને ફાયદો થશે પણ સામાન્ય લોકોનું શું?

CPI(M) નેતાએ સતત કેટલાક ટ્વીટ કરતા લખ્યુ કે સરકાર અંતર્ગત ગ્રામીણ મજૂરી ઘટી રહી છે. મનરેગાની મજૂરી સંપૂર્ણ પણે સ્થિર છે. જ્યારે મજૂરોને સૌથી વધારે પૈસાની જરૂર હોય છે. આ પૈસા કોર્પોરેટને આપી દીધા. આ ઘોર પુંજીવાદનું ઉદાહરણ છે.

સીતારામ યેચુરીએ લખ્યુ કે અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમ પહેલા આ જાહેરાત કરવામાં આવી છે. એટલેકે બહારના સટ્ટાબાજો માટે ખુલ્લો રસ્તો કરવામાં આવ્યો છે. આઝાદી પછી હાલ સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. આપણે તો આજકાલ સરકસ જોઈ રહ્યા છીએ.

આપને જણાવી દઈએ કે નાણામંત્રી સીતારમણે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી હતી. તેમાં કોર્પોરેટ ટેક્સમાં છૂટ, કેપિટલ ગેનમાં સરચાર્જથી છૂટ, મૈન્યુફૈક્ચરિંગ કંપનીઓમાં છૂટ, રોકાણકારો પર ટેક્સ સીમિત કરી દેવો જેવા મોટા નિર્ણયો મુખ્ય છે. નાણા મંત્રીની જાહેરાત બાદ શેર માર્કેટ, નિફ્ટીમાં તેજી જામી હતી અને ભારતીય રૂપિયો પણ મજબુત થયો હતો.

આ Video જુઓ: વડાપ્રધાન મોદી ટેક્સાસના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ ની તૈયારીઓ શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન