Situation In Jammu-Kashmir Peaceful, No Untoward Incident In Last One Week: DGP
  • Home
  • Featured
  • જમ્મુ-કાશ્મીર પર રાહુલ ગાંધીની ચિંતા પર DGPએ કહ્યું કે 6 દિવસમાં એક પણ ગોળી…

જમ્મુ-કાશ્મીર પર રાહુલ ગાંધીની ચિંતા પર DGPએ કહ્યું કે 6 દિવસમાં એક પણ ગોળી…

 | 7:54 am IST

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોનો વિરોધ પ્રદર્શન અને પોલીસ ફાયરિંગના કથિત સમાચારને કેન્દ્રીય ગૃહ મંત્રાલય બાદ હવે જમ્મુ-કાશ્મીર પોલીસે પણ નકારી દીધા છે. સાથો સાથ પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ઘાટીમાં ગંભીર સ્થિતિના દાવા પર પણ પોતાની વાત મૂકી છે. પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે પથ્થરમારાની મામૂલી ઘટનાને છોડીને કોઇપણ પ્રકારની અપ્રિય ઘટના બની નથી. છેલ્લાં એક સપ્તાહથી ઘાટીમાં શાંતિ છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે ઘાટીમાં પોલીસ ફાયરિંગથી સંબંધિત પ્રાયોજીત અને શરારતપૂર્ણ સમાચારો પર સામાન્ય લોકોએ વિશ્વાસ કરવો જોઇએ નહીં. છેલ્લાં દિવસમાં પોલીસે પણ એક પણ ગોળી ચલાવી નથી. વિસ્તારમાં શાંતિ અને સ્થાનિક લોકો મદદ કરી રહ્યા છે.

ઘાટીમાં તદ્દન શાંતિ: ડીજીપી
બીજીબાજુ ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે પથ્થરમારાની મામૂલી ઘટનાને છોડીને કોઇપણ પ્રકારની અપ્રિય ઘટનાના કોઇ સમાચાર નથી. તેમણે લોકોને મનઘડત સમાચાર પર વિશ્વાસ ના કરવા માટે કહ્યું હતું. ડીજીપી એ કહ્યું કે કાશ્મીરમાં છેલ્લાં છ દિવસમાં ગોળીબારની કોઇ ઘટના બની નથી.

ડીજીપી એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ રાજ્યની સ્થિતિના સંબંધમાં આ સ્પષ્ટીકરણ આપ્યું. રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં પત્રકારોને કહ્યું હતું કે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રાહુલે કહ્યું હતું કે જે સમાચાર આવી રહ્યા છે તેનાથી અમે ખૂબ જ ચિંતિત છીએ. ખૂબ જ જરૂરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર દેશને બતાવીને જમ્મુ-કાશ્મીરમાં શું થઇ રહ્યું છે, આ સ્થિતિ કેવી છે, બધા નિયંત્રણમાં છે કે નહીં. ગાંધીના નિવેદન થોડીક જ મિનિટ બાદ શ્રીનગર પોલીસે ટ્વીટ કરી કે સ્થિતિ શાંતિપૂર્ણ છે. ટ્વીટમાં કહ્યું છે કે ઘાટીમાં સ્થિતિ આજ સામાન્ય હતી. કોઇ અપ્રિય ઘટનાના સમાચાર મળ્યા નથી. કેટલીક પસંદગીની જગ્યાઓ પર પ્રતિબંધ અસ્થાયી રીતે હટાવી દીધો હતો.

હજારો લોકોના પ્રદર્શનના સમાચાર ખોટા
કાશ્મીરના આઇજી એસપી પાણીએ પણ પોલીસ ફાયરિંગના સમાચાર સંપૂર્ણપણે નકારી દીધા છે. તેમણે કહ્યું કે કેટલાંક ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સમાં પોલીસ ફાયરિંગનો દાવો કર્યો છે જે સંપૂર્ણપણે ખોટા છે. આવી કોઇ ઘટના નથી. છેલ્લાં એક સપ્તાહથી ઘાટીમાં શાંતિ છે. આની પહેલાં ગૃહ મંત્રાલયે પણ આવા સમાચારોને મનઘડત અને આધારહીન ગણાવ્યા. હોમ મિનિસ્ટ્રીના પ્રવકતાએ નિવેદન રજૂ કરીને કહ્યું કે હજારો લોકોનો વિરોધ કરવાના સમાચાર ખોટા છે.

આ વીડિયો પણ જુઓ – રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સ્થાનિકો સાથે વિશ્વાસ કેળવી રહ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન