K. Sivan Does Not Use Any Social Media Account Says ISRO
  • Home
  • Featured
  • સિવનનાં નામ પર ટ્વિટર પર ફેક એકાઉન્ટ્સનું ઘોડાપુર, ઇસરોએ કરવી પડી સ્પષ્ટતા

સિવનનાં નામ પર ટ્વિટર પર ફેક એકાઉન્ટ્સનું ઘોડાપુર, ઇસરોએ કરવી પડી સ્પષ્ટતા

 | 4:48 pm IST

ઇસરોનાં પ્રમુખ કે. સિવને ગત એક અઠવાડિયામાં ઘણી ચર્ચા જગાવી છે. તેમની આગેવાનીમાં દેશે ઇતિહાસ રચ્યો છે. તાજેતરમાં જ કે. સિવનનાં નામે સોશિયલ મીડિયા પર ખાસ કરીને ટ્વિટર પર ઘણા એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં તેઓ સતત ટ્વિટ કરી રહ્યા છે. જો કે હવે આ મામલે ઇસરોએ સત્તાવાર નિવેદન આપ્યું છે. ઇસરોનું કહેવું છે કે કે. સિવન ટ્વિટર પર નથી અને તેમના નામે ચાલી રહેલા એકાઉન્ટ ખોટા છે.

ઇસરોએ સોમવાર બપોરે એક પ્રેસ રીલીઝ કરીને સ્પષ્ટતા આપતા કહ્યું કે એ નોંધ કરવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર કે. સિવનનાં નામ પર ઘણા એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે, જેમના પર તેમની તસવીર પણ લગાવવામાં આવી છે. ઇસરોનું કહેવું છે કે કે. સિવનનું સોશિયલ મીડિયા પર કોઈ એકાઉન્ટ નથી. આવામાં આ એકાઉન્ટ્સ પરથી જે વાતો શેર કરવામાં આવી રહી છે, તેની કોઈ પુષ્ટિ નથી.

ઇસરો અંતરિક્ષમાં સતત ઇતિહાસ રચી રહ્યું છે. ચંદ્રયાન-2ની સાથે જ છેલ્લા કેટલાક દિવસોથી ચારે તરફ ફક્ત ઇસરોની જ ચર્ચા છે. ચંદ્રયાન-2 ભલે પોતાના મિશનમાં 100 ટકા સફળ ના રહ્યું, પરંતુ દુનિયાએ ઇસરોને સલામ કરી છે. કે. સિવનની આગેવાનીમાં ઇસરોએ ઘણા ઐતિહાસિક પગલા ભર્યા છે અને તેમની આગેવાનીમાં ચંદ્રયાન-2 મિશન આગળ વધ્યું. 7 સપ્ટેમ્બરની રાત્રે જ્યારે ચંદ્રયાન-2માં કંઇક ગરબડ થઇ તો કે. સિવનનું મનોબળ તૂટ્યું હતુ, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની હિંમત વધારી.

કે. સિવનને દરેક જણ સલામ કરી રહ્યું છે, કારણ કે જે સંઘર્ષ સાથે તેઓ આ પદ પર પહોંચ્યા છે અને પછી અંતરિક્ષની દુનિયામાં ભારતનો ઝંડો ઊંચો કર્યો. ઉલ્લેખનીય ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ ચંદ્રથી ફક્ત 2.1 કિલોમીટર દૂર હતુ, ત્યારે ઇસરોનું કનેક્શન કપાઇ ગયું. જો કે અત્યારે ઇસરો તરફથી સંપર્ક સાધવાનાં સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

આ વિડીયો પણ જુઓ: કંગાળ પાકિસ્તાન વિદેશી રોકાણ મેળવવા હવે બેલી ડાન્સરોના સહારે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન