ગાંધીધામના BSF કર્મચારી સહિત છને શોધીને ક્વોરન્ટાઈન કરાયા - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • ગાંધીધામના BSF કર્મચારી સહિત છને શોધીને ક્વોરન્ટાઈન કરાયા

ગાંધીધામના BSF કર્મચારી સહિત છને શોધીને ક્વોરન્ટાઈન કરાયા

 | 2:00 am IST

દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારમાં એક પખવાડિયા અગાઉ તબલિગ જમાતખાનામાં યોજાયેલા મરકઝ દરમિયાન ગુજરાતમાંથી ૧૫૦૦ જેટલા લોકોએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી, જેની યાદી સરકારને આપવામાં આવી છે. જે યાદી પૈકી કચ્છમાંથી ૬૦ લોકો ગયા હતા. જેની યાદી જિલ્લા તંત્રને આપવામાં આવતાં આરોગ્ય અને પોલીસ તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાનમાં ભુજ-ગાંધીધામમાંથી શોધીને ૬ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે, જેમાં એક બીએસએફ કર્મચારી પણ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.   જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યંુ હતું કે, દિલ્હીથી કચ્છ આવનારા ૬૦ લોકોની યાદી સરકાર દ્વારા જિલ્લા તંત્રને મળતાં હવે આ લોકોને શોધીને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી યુદ્ધનાં ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. હાલે આરોગ્ય અને પોલીસ સંત્ર દ્વારા યાદી મુજબનાં લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, દિલ્હી ખાતે તબલિગ જમાતખાનામાં યોજાયેલા ર્ધાિમક કાર્યક્રમ મરકઝમાં મોટી સંખ્યામાં લોકો જમા થયા હતા, તે પૈકી કેટલાક લોકોને કોરોના પોઝિટિવ આવતાં ગુજરાત રાજ્ય અને કચ્છનું તંત્ર હરકતમાં આવી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન