દોઢ મહિનાની બાળકી માટે છ દેશોએ તિજોરી ખોલી - Sandesh
  • Home
  • World
  • દોઢ મહિનાની બાળકી માટે છ દેશોએ તિજોરી ખોલી

દોઢ મહિનાની બાળકી માટે છ દેશોએ તિજોરી ખોલી

 | 4:28 pm IST

સુદાનની દોઢ મહિનાની બાળકી જોહલ ગ્પેલદીન હદયની બીમારીથી પીડાતી હતી. આ માટે બાળકી પર 24 ફેબ્રુઆરીએ સફળ સર્જરી કરાઈ હતી. જોહલની સારવારના ખર્ચ માટે છ દેશો સુદાન, ઈરાન, ઈરાક, લંડન, યમન અને કેટલાક ભારતીયોએ ભરપૂર નાણાકીય સહાય પૂરી પાડી હતી.

જોહલ માટે અબુ મોહમ્મદ નાણાં પૂરા પાડતો હતો, પરંતુ તેણે પણ હાથ અદ્ધર કર્યા હતાં. ત્યારપછી સુદાન સ્ટુડન્ટસ એસોસિયેશને રૂ. 3.5 લાખ એકઠા કર્યા હતાં. લંડનના સુદાની ચર્ચે પણ આ માટે સહાય કરી હતી.

જોહલની સારવાર કરનાર હોસ્પિટલ રુબી હોલ ક્લિનિકના મેનેજર ઋષિકેશ ખાંડવે જણાવ્યું હતું કે બાળકીને દાખલ કરવામાં આવી, ત્યારથી અમે તેનો માનવીય ધોરણે સારવાર કરતાં હતાં. 15 દિવસ સુધી પરિવારને કોઈ જ મદદ મળી ન હતી, પરંતુ વિદ્યાર્થીઓની મદદથી બાળકીનું ભાગ્ય બદલાઈ ગયું છે. હોસ્પિટલે પણ સર્જરી ખર્ચમાં રૂ. 5 લાખનું ડિસ્કાઉન્ટ આપ્યું છે.

બાળકીના પિતાએ જણાવ્યું હતું કે ખર્ચ ઉપાડનારી વ્યક્તિએ અંતિમ ઘડીએ હાથ અદ્ધર કરી દેતાં મને આઘાત લાગ્યો હતો. લોકોએ મદદ કરતાં મારી પુત્રી ઉગરી ગઈ છે. હોસ્પિટલે પણ ભારે મદદ કરી છે અને પૂરતી સારવાર પૂરી પાડે છે.