Six Notification For Rajya Sabha Polls In Gujarat
  • Home
  • Featured
  • ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ ભાજપે પાડી દીધો ખેલ, કોંગ્રેસને મોઢું વકાસી ઉભું રહેવાનો વારો!

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ ભાજપે પાડી દીધો ખેલ, કોંગ્રેસને મોઢું વકાસી ઉભું રહેવાનો વારો!

 | 11:59 am IST

ચૂંટણી પંચે રાજ્યસભાની ખાલી થયેલી 6 સીટો પર 5 જુલાઇના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. શનિવારના રોજ તેના માટે નોટિફિકેશન રજૂ કર્યું, પરંતુ તેની સાથે જ તેમાં પેચ ફસાઇ ગયો છે. પંચે ભલે ચૂંટણીની તારીખ નક્કી કરાઇ છે. તેની સીધી અસર ગુજરાતની બે સીટો પર ચૂંટણી પર પડશે, આથી કોંગ્રેસને નુકસાન થશે. નોટિફિકેશન પર કોંગ્રેસે આપત્તિ વ્યક્તિ કરી છે અને તે સોમવારે સુપ્રીમ કોર્ટમાં પણ જઇ શકે છે. આપનેજણાવી દઇએ કે ગુજરાતમાં અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની લોકસભામાં જીત થતા બંનેની રાજ્યસભાની સીટ ખાલી થઇ છે.

કયા આધાર પર અલગ-અલગ નોટિફિકેશન
અમિત શાહને લોકસભા ચૂંટણી જીતવાનું પ્રમાણપત્ર 23મી મેના રોજ મળી ગયું હતું, જ્યારે સ્મૃતિ ઇરાનીને 24મી મેના રોજ મળ્યું. આથી બંનેની ચૂંટણીમાં એક દિવસનું અંતર થઇ ગયું. તેના આધાર પર પંચે રાજ્યની બંને સીટોને અલગ-અલગ માની છે, પરંતુ ચૂંટણી એક જ દિવસે થશે. આમ થવાથી હવે બંને સીટો પર ભાજપની જીત મળશે. કારણ કે ત્યાં પ્રથમ પ્રાધાન્યતા વોટ નવેસરથી નક્કી થશે. જો એક સાથે ચૂંટણી થાય તો કોંગ્રેસને એક સીટ મળી જાત.

કોંગ્રેસને કેમ નુકસાન?
ગુજરાતની બંને સીટો પર જો એક સાથે એક જ બેલેટ પેપર પર ચૂંટણી થાય તો કોંગ્રેસને તેના પર જીત મળી શકે છે. તેમજ ધારાસભ્યોની સંખ્યાના હિસાબથી જો ચૂંટણી અલગ-અલગ બેલેટ પર થશે તો જીત ભાજપની થશે. સંખ્યાબળના હિસાબથી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 61 વોટ જોઇએ. એક જ બેલેટ પર ચૂંટણીથી ઉમેદવાર એક જ વોટ નાંખી શકશે. આ સ્થિતિમાં કોંગ્રેસ એક સીટ સરળતાથી જીતી લેત કારણ કે તેની પાસે 71 ધારાસભ્ય છે. પરંતુ ચૂંટણી પંચના નોટિફિકેશન પ્રમાણે ધારાસભ્ય અલગ-અલગ વોટ કરશે. એવામાં તેમને બે વખત વોટ કરવાની તક મળશે. આથી ભાજપના ધારાસભ્ય જેની સંખ્યા 100થી વધુ છે તેઓ બે વખત વોટ કરીને બંને ઉમેદવારોને જીતાડી શકે છે.

ભાજપ એસ.જયશંકરને રાજ્યસભા મોકલશે
ચૂંટણી પંચના કાર્યક્રમથી વિવાદ પણ શરૂ થઇ ગયો છે. કોંગ્રેસે તેની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ જવાની ધમકી આપી દીધી છે. સૂત્રોના મતે આ મામલામાં પાર્ટી સોમવારના રોજ કોર્ટના દરવાજા ખખડાવશે. કોંગ્રેસ ગુજરાતમાંથી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ફરીથી રાજ્યસભા મોકલવા માંગતી હતી. તેમની ટર્મ સમાપ્ત થઇ ગઇ છે, પરંતુ જે રીતે કાર્યક્રમ નક્કી થયો છે તે હિસાબથી કોંગ્રેસ માટે સ્થિતિ કઠિન થઇ ગઇ છે. જ્યારે ચૂંટણી પંચનું કહેવું છે કે અગાઉ પણ આવા કિસ્સા આવ્યા છે, જ્યારે આ રીતે ચૂંટણી થઇ હોય. ગુજરાતની બે સીટોમાંથી એક સીટ પર ભાજપના વિદેશ મંત્રી એસ.જયશંકરને રાજ્યસભા મોકલશે.

જે 6 સીટો પર ચૂંટણી થશે, તેમાં ગુજરાતની બે સીટો સિવાય બાકી ચાર સીટમાં એક બિહારથી છે, જ્યાંથી રામવિલાસ પાસવાનને તક મળી શકે છે. બાકી ત્રણ સીટ ઓરિસ્સાની છે.

આ વીડિયો પણ જુઓ – છેલ્લા 24 કલાકમાં રાજ્યના 124 તાલુકામાં વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન