ત્વચા વિશેની કેટલીક પ્રચલિત ખોટી માન્યતાઓ   - Sandesh
  • Home
  • Health & Fitness
  • ત્વચા વિશેની કેટલીક પ્રચલિત ખોટી માન્યતાઓ  

ત્વચા વિશેની કેટલીક પ્રચલિત ખોટી માન્યતાઓ  

 | 8:07 am IST

દરેક સ્ત્રીની અંદર અમુક સામાન્ય માન્યતાઓ ઘર કરી ગઇ હોય છે. આ માન્યતાઓ હોય છે સાવ સામાન્ય પણ તે એટલી જટીલતાથી ઘર કરી ગઇ હોય છે કે તે મનમાંથી નીકળતી નથી, અને સ્ત્રી આ મીથકને મનમા સમાવીને જ હંમેશા ચાલ્યા કરે છે.

રોજે મેકઅપ કરવાથી ત્વચા ઉપર ઉંમરનો પ્રભાવ જલદી વર્તાય છે

આ વાત લગભગ દરેક સ્ત્રી પાસેથી સાંભળવા મળતી હોય છે. વળી માતા પણ પોતાની દિકરી આમ કહીને ચેતવતી હોય છે કે રોજે મેકઅપના થથેડા ચહેરા ઉપર કરીશ તો ચામડી જલદી ખરાબ થઇ જશે. જલદી ઉંમર દેખાવા લાગશે. અલબત્ત મેકઅપ ત્વચાને અસર તો કરે જ છે, પણ એ ત્યારે જ જ્યારે આપણે મેકઅપ કરતા પહેલાં કે પછી ત્વચાની યોગ્ય કાળજી ન લઇએ.

જો આપણે આપણે ત્વચાની દેખભાળ માટે સારું ખાનપાન લેતા હોય, કે યોગ્ય ડાયટ ફોલો કરતાં હોય તો ત્વચા ઉપર ઉંમરનો પ્રભાવ જલદી નથી પડતો. તેમજ મેકઅપના કારણે ત્વચા જલદી ખરાબ નથી થતી. મેકઅપ લગાવ્યા બાદ તેને કાઢવા માટે પણ આળસ કર્યા વગર તેને યોગ્ય રીતે કાઢીને સારું ક્રિમ લગાવી દેવું. આમ માત્ર બે રીતે જો કાળજી રાખવામાં આવે તો મેકઅપની અસર ત્વચા ઉપર નથી થતી હોતી.

સનસ્ક્રીમ લોશન વધારે લગાવશો તો ત્વચાની સુરક્ષા વધુ થશે

આ પણ સર્વસામાન્ય માન્યતા છે કે વધારે તડકો હોય અને તમારે બહાર નીકળવાનું થાય તો વધારે સનસ્ક્રીમ લોશન લગાવવું જેથી ત્વચાને તે તડકાની અસર ન થાય. અહી એક વાત ખાસ સમજવાની જરૂર છે કે સુર્ય કિરણો ત્રણ પ્રકારના હોય છે. યુવી.ઇ, યુવી.બી અને યુવી.સી. આ ત્રણેય પ્રકારના સુર્યના કિરણો ત્વચાને નુક્સાન પહોંચાડે જ છે.

સન્સ્ક્રીમ લોશન આપણી ત્વચાને એક લિમીટ સુધી સુર્ય કિરણોથી રક્ષા આપી શકે છે. તમે સનસ્ક્રીમ લોશન વધારે લગાવો કે ઓછું, યુવી કિરણોથી તે આપણી ત્વચાને એક લિમીટ સુધી જ બચાવી શકે છે. બાકી તડકાના કારણે ત્વચા એસપીએફ લગાવ્યુ હોય તો પણ થોડી તો કાળી પડશે જ. આ માટે એસપીએફ ક્રિમ લગાવીને ત્વચાને સફેદ કોટનના કપડાંથી ઢાંકી રાખો જેથી ત્વચા કાળી ન પડે.

સનસ્ક્રીમનું એવું છે કે તમે થોડું લગાવશો તો પણ એટલું જ કાર્ય કરશે અને વધારે લગાવશો તો પણ એટલું જ કાર્ય કરશે. તડકામાં વધારે પડતું એસપીએફ ત્વચાને વધારે તૈલી બનાવી દેશે, જેથી ત્વચા ઉપર ફોલ્લી, ખીલ અને છીદ્રોમાં ધૂળ જવાની સમસ્યા વધી જશે. માટે ક્રિમના અતીરેકને બદલે સનસ્ક્રીમને દર ત્રણ કલાકે લગાવો તે યોગ્ય રીત છે.

મેકઓવર :- શહનાઝ હુસૈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન