Top Home Remedies To Get Rid Of Blemishes tray at home
  • Home
  • Fashion & Beauty
  • શિયાળામાં નિસ્તેજ ત્વચાને આ પેક લગાવી ચાંદ જેવો ચમકાવો

શિયાળામાં નિસ્તેજ ત્વચાને આ પેક લગાવી ચાંદ જેવો ચમકાવો

 | 7:30 am IST

ભારતીય ભોજનનું એક મહત્ત્વનું ઘટક એવો ચણાનો લોટ (બેસન) સુંદરતા વધારવામાં પણ ઉપયોગી છે. તે વાળ અને ત્વચાની સંભાળમાં વપરાય છે. ત્વચાની કાળાશ અને રંગના ધબ્બા દૂર કરવામાં તે ઉપયોગી છે. આ સસ્તું ખાદ્ય-ઘટક ચહેરાને સાફ કરે છે અને ત્વચાના પી.એમ. બેલેન્સને જાળવે છે. તે કાળાશ, મૃતકોષો વગેરેને દૂર કરીને ત્વચાને તેજસ્વી બનાવે છે. ખીલ-ફોડકીની સમસ્યામાં પણ તે રાહત આપે છે.

ત્વચાને સારી રીતે સાફ કરવા  તેમજ મૃતકોષોને દૂર કરવા  આપણે ત્યાં વર્ષોથી ચણાનો લોટનો ઉપયોગ થતો આવ્યો છે. નવવધૂ માટેની સૌંદર્ય- સંભાળમાં વપરાતા ઉબટનનો તે એક મહત્ત્વનો ભાગ છે. આ ઉબટનમાં ચણાનો લોટ, ચોખાનો લોટ,  બદામનો પાઉડર, દહીં અને હળદરનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં સૌ પ્રથમ તલના તેલથી માલિશ કરવામાં આવે છે ત્યારબાદ ઉપર દર્શાવેલા ઉબટનથી સ્નાન કરવામાં આવે છે.ઉબટનને શરીર પર લગાવીને અડધો કલાક બાદ પાણીથી ધોવામાં આવે છે. આ પ્રક્રિયાથી ત્વચાના મૃતકોષો નીકળી જઇને ત્વચા લીલી અને નિર્મળ બને છે.

ત્વચાને ગોરી, સ્વચ્છ અને ચુસ્ત બનાવવા માટે પણ ચણાનો લોટનો ફેસ- પેક વાપરવામાં આવે છે. ચણાના લોટમાં દહીં, લીંબુનો રસ અને ચપટી હળદર નાખીને ફેસ-પેક બનાવો. આ પેકને ચહેરા પર  લગાવીને અડધા કલાક બાદ ચહેરો ધોઇ લો.

ચણાના લોટમાં બદામનો પાઉડર, દૂધ અને લીંબુનો રસ ઉમેરીને ફેસ-પેક  બનાવો. આ પેકને ચહેરા પર લગાવો અને વીસથી ત્રીસ મિનિટ બાદ પાણીથી ધોઇ લો. આ પેક ચહેરાની ત્વચાને ઉજ્જવળ બનાવે છે.

ચણાના લોટનો પેક ત્વચાના તૈલીપણાને દૂર કરવામાં પણ ઉપયોગી છે. ચણાના લોટને દૂધ અથવા દહીંમાં મેળવીને ત્વચા પર લગાવવામાં આવે છે. વીસ મિનિટ પછી   તેને ધોવામાં આવે છે.

ખીલની સમસ્યામાં ચણાના લોટને સુખડનો પાઉડર, હળદર અને દૂધમાં મેળવીને લગાવો. આ પેસ્ટ લગાવીને હાથ અને ડોકની કાળાશ :

રોજ તેના પર તલના તેલનું માલિશ કરો. ચણાના લોટમાં દહીં, લીંબુનો રસ અને ચપટી હળદર મેળવીને  પેસ્ટ બનાવો. સપ્તાહમાં  ઓછામાં ઓછું ત્રણ વાર આવી પેસ્ટ બનાવીને હાથ અને ડોક પર લગાવો. અડધા કલાક બાદ તેને ધોઇ લો. ત્યારબાદ તલના તેલનું માલિશ કરો.

એક કપ દહીં, બે ચમચી ચણાનો લોટ, એક ઇંડાની સફેદી અને અડધા લીંબુનો રસ મિક્સ કરો. જો તમારી ત્વચા ખૂબ સૂકી હોય તો  ઇંડાની સફેદીને બદલે એક ચમચી ઓલિવ- ઓઇલ લો.

ત્વચાને લીસી અને ગોરી બનાવવા માટે આ પ્રમાણે કરો. ચણાના લોટમાં ઓરેન્જ- પીલ- પાઉડર અને દૂધનું  ક્રીમ (અથવા મલાઇ) મિક્સ કરીને ચહેરા પર અને ડોક પર લગાવો. પંદર મિનિટ બાદ વર્તુળાકારમાં હળવેથી ઘસો અને પાણીથી ધોઇ લો.

બ્યૂટી । શહેનાઝ હુસેન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન