Skin care How to Take Care of Your Skin Beauty tips
  • Home
  • Fashion & Beauty
  • થોડી તમારી પણ કાળજી લો, ત્વચા એવી નિખરશે કે જોનારા જોતાજ રહેશે

થોડી તમારી પણ કાળજી લો, ત્વચા એવી નિખરશે કે જોનારા જોતાજ રહેશે

 | 8:00 am IST

(૧) અંડર આઇ ડાર્કનેસ

કાળા ધબ્બા અને ડાર્ક સર્કલ્સ આપને જવાન દેખાવાથી રોકશે. એને કન્સિલરથી છુપાવી શકાય છે. પરંતુ કંસીલર લગાવવામાં આપે ભૂલ કરી દીધી તો તે તમારા લુકને બગાડી નાખશે. ડાર્ક સર્કલને છુપાવવા માટે એના પર માટી લેયર ન ચઢાઓ. નહીંતર ફાઇન લાઇન્સ અને કરચલીઓ પડી જઇ શકે છે. એના માટે હાઇડ્રેટિંગ લિકવિડ કંસીલરનો ઉપયોગ કરો. એનાથી કાળા ધબ્બાં  અને ડાર્ક સર્કલ્સને કવર કરી શકાશે.

(૨) થિન  લેશિશ અને આઇબ્રો

ઉંમર વધવાની સાથે પાંપણોમાં ગેપ આવવા લાગે છે. જગ્યા- જગ્યાએ વાળ ખરવા લાગે છે. એનાથી ઉંમર અધિક દેખાવા લાગે છે. આઇબ્રોઝને આકાર આપતી વખતે બ્રાઉન આઇબ્રો પેન્સિલનો ઉપયોગ કરો. વચ્ચેની ગેપ પેન્સિલથી ભરો, સાથે જ બ્રોઝની કિનારીઓને ડાર્ક રંગથી હાઇલાઇટ કરો. બરાબર  એ જ રીતે લેશ લાઇન પર પણ એપ્લાય કરો. આ ટ્રિકના દ્વારા જવાન લુક મેળવી શકાય છે.

(૩) અવઇવ સ્કિન

વધુ પડતું કન્સિસીલર લગાવવાથી ચહેરા પર લાઇન્સ આવી જાય છે, એવું જ પાઉડરથી પણ ચહેરા પણ લાઇન્સ અને ક્રીઝ બની શકે છે, જેથી તમે ઉંમરલાયક દેખાવા લાગો છે. ચીકસ પર ક્રીમ બ્લશનો હળવો ટચઅપ આપો. ક્રીમી હોવાને કારણે એ ત્વચામાં બ્લેંડ થઇ શકશે. પાઉડરને બદલે લુમિને સેંટ હાઇલાઇટરનો ઉપયોગ કરી શકો છો. જરૂરિયાત હોય તો લૂઝ પાઉડર વાપરો, એને આંખો પાસે ન લગાવશો.

(૪) હોઠોને કરો લાઇન અપ

મોટાભાગની સ્ત્રીઓ વિચારે છે કે ડાર્ક મેકઅપ કરવો હોય, તો લિપ્સને લાઇનઅપ કરવા જોઇએ? જો તમે તમારી ઉંમરને ઓછી  દર્શાવવા ઇચ્છતા હોવ, તો હોઠો પર લાઇનર લગાવો. એનાથી લિપ્સ તો આકર્ષક લાગશે જ, વળી લિપસ્ટિક પણ બહાર નહીં ફેલાય. કેટલીકવાર લિપસ્ટિક બહાર ફેલાવાથી પણ ફાઇન લાઇન્સ દેખાવા લાગે છે. એટલા માટે બહેતર એ રહેશે કે લિપલાઇનરનો ઉપયોગ કરવામાં આવે.

(૫) હેવી મેકઅપ ન કરો

જો તમારી વય ૪૦થી વધુ હોય તો હેવી મેકઅપ ન કરો. ફાઉન્ડેશનથી બચો, એના ઉપયોગથી ફાઇન લાઇન્સ ક્રિએટ થઇ જાય છે, અને ચહેરા પર ઉંમરની અસર સ્પષ્ટ દેખાઇ દે છે. બ્રાન્ડેડ અને સ્કિનને અનુસાર મોઇૃરાઇઝર યૂઝ કરો અને ત્વચાને પોષણ પ્રદાન કરો.

(૬) નેલ પેંટ ટ્રિક

નેલ પેન્ટ ડ્રેસની મેચિંગ ન હોય તો ફેશનની રેસમાં પાછળ  પડી જાવ છો. રોજેરોજ નેલ કલર ચેન્જ કરવામાં સૌથી મોટી સમસ્યા થાય છે. નેલ પેન્ટ સૂકવવાની વગેરે જેમાં ઘણી ઝંઝટ થાય છે. એને લગાવી એકાદ મિનિટ એમ જ છોડી દો. પછી આંગળીઓને ઓઇલ ક્યૂબવાળા પાણીમાં નાખો. એમ કરીને નેઇલ કલરને લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ આપી શકો છો.

બ્યૂટી । રશ્મિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન