Skin Care IN Winter side effects of over moisturizing
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • Skin Care: ઠંડીમાં ન લગાવશો વધારે પડતું મોઇશ્ચરાઇઝર, સ્કીન થઇ જશે ખરાબ

Skin Care: ઠંડીમાં ન લગાવશો વધારે પડતું મોઇશ્ચરાઇઝર, સ્કીન થઇ જશે ખરાબ

 | 10:32 am IST
  • Share

શિયાળામાં ઠંડા પવનને કારણે ત્વચા શુષ્ક અને નિસ્તેજ બની જવાની ફરિયાદ રહે છે. આ માટે ત્વચામાં Skin Care ભેજ જાળવવા માટે મોઇશ્ચરાઇઝ moisturising અથવા ક્રીમનો ઉપયોગ કરવો પડે છે. તે ત્વચાને પોષણ આપે છે અને શુષ્કતાથી ત્વચાને દૂર રાખે છે. પરંતુ વધારે ક્રીમનો ઉપયોગ કરવાથી ત્વચાના Skin Care છિદ્રો બંધ થઈ જાય છે અને ચહેરો ખરાબ દેખાવા લાગે છે.

ઓવર-મોઇશ્ચરાઇઝિંગની આડઅસરો
વધારે પડતા મોઇશ્ચરાઇઝિંગનો moisturising ઉપયોગ કરવાથી ત્વચા ચીપકુ થવા લાગે છે. આવી પરિસ્થિતિમાં, ચહેરા પર ખીલ થાય છે. ચહેરો ઓઇલી દેખાવા લાગશે. ત્વચાના છિદ્રોને બંધ કરવાથી ત્વચા પર કરચલીઓ થઈ શકે છે.

મોઇશ્ચરાઇઝર લગાવવાની પદ્ઘતિ
સૌ પ્રથમ, તમારા હાથ પર વટાણા જેટલું ઇશ્ચરાઇઝર લો. ત્યારબાદ તેને આંગળીઓથી મિક્સ કરો અને તેને ધીમે ધીમે અને ગાલ પર ગોળ ગતિમાં લગાવો. તેને ગાલથી લઈને કપાળ સુધી લઈ જાઓ અને તેને આખા ચહેરા પર લગાવો. આ મોઇશ્ચરાઇઝરને ચહેરાની સાથે ગળા પર લગાવો.

મોઇશ્ચરાઇઝર moisturising લગાવવાનો યોગ્ય સમય
સ્નાન કર્યા પછી અથવા ચહેરો ધોયા પછી તરત જ થોડો ભીની ત્વચા પર મોઇશ્ચરાઇઝર moisturising લગાવો. આ દિવસ દરમિયાન તમારી ત્વચામાં ભેજ જાળવી રાખશે. સૂતા પહેલા એકવાર ચહેરો ધોઈ લો જેથી તેના પર રહેલી ગંદકી સાફ થઈ જાય. પછી મોઇશ્ચરાઇઝર moisturising લગાવો. આ ત્વચાને ભેજ પ્રદાન કરશે. આનાથી ત્વચા નરમ રહેશે.

આ વીડિયો જુઓ: સુરતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન