skin care tips home remedies for skin care in winter
  • Home
  • Fashion & Beauty
  • શિયાળામાં ત્વચાની સંભાળ માટે ઘરેલું ઉપાયો અજમાવો, ત્વચા મુલાયમ બનશે

શિયાળામાં ત્વચાની સંભાળ માટે ઘરેલું ઉપાયો અજમાવો, ત્વચા મુલાયમ બનશે

 | 2:30 pm IST
  • Share

  • શિયાળામાં શુષ્ક ત્વચા માટે કેટલાક ઉપાયો

  • ઘરગથ્થુ ઉપચારોથી શિયાળામાં ત્વચા રહે છે નરમ

શિયાળાની શરૂઆત સાથે જ આપણી ત્વચા પણ શુષ્ક થવા લાગે છે. જો તમારી ત્વચા પણ શુષ્ક થઈ રહી છે, તો અમે તમને કેટલાક ઘરેલૂ ઉપાયો જણાવી રહ્યા છીએ. જેનો ઉપયોગ કરીને તમે તમારી ત્વચાને શુષ્ક થવાથી બચાવી શકો છો. આ ઘરગથ્થુ ઉપચારોથી શિયાળામાં ત્વચા નરમ રહે છે.

ત્વચાને મુલાયમ બનાવવા માટે અપનાવો આ ઉપાયો 

ગ્લિસરિન – ગ્લિસરીન સૌંદર્ય પ્રસાધનોમાં વપરાતી મહત્વપૂર્ણ વસ્તુ છે. તે મોઇશ્ચરાઇઝર અને લોશનમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુ છે. ગ્લિસરીન આપણી ત્વચાના બહારના લેયરને સારી રીતે હાઇડ્રેટ કરે છે. ગ્લિસરીન ત્વચાને બળતરાથી બચાવે છે અને ઘાને ઝડપથી રૂઝવામાં પણ મદદ કરે છે.

નાળિયેર તેલ – નાળિયેર તેલનો ઉપયોગ આપણે ત્વચા પર પણ કરવો જોઈએ. ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે નાળિયેર તેલમાં આપણી ત્વચા માટે જરૂરી દરેક તત્વો હોય છે. જો તમારી ત્વચા શુષ્ક છે, તો સ્નાન કર્યા પછી ત્વચા પર નાળિયેર તેલ લગાવી શકો છો.

દૂધ અને બદામ – શિયાળાની ઋતુમાં શુષ્કતા દૂર કરવા માટે દૂધ અને બદામનો એકસાથે ઉપયોગ કરો. આપણી ત્વચાને હાઇડ્રેટ કરવાની સાથે દૂધ ત્વચાને બ્લીચ કરવામાં પણ મદદરૂપ છે, જે ચહેરા પરના ડાઘ દૂર કરવા માટેનો ઉપાય છે. બદામનું તેલ એક કુદરતી એમોલિએન્ટ છે, જે આપણી ત્વચામાં ભેજને સંપૂર્ણપણે જાળવી રાખે છે.

પેટ્રોલિયમ જેલી – પેટ્રોલિયમ જેલી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચા માટે મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે. ચામડીની ઇજાઓ અને શસ્ત્રક્રિયા પછી ત્વચાની સંભાળમાં તેનો ઉપયોગ ઘણી વાર થાય છે. તમે તેનો ઉપયોગ માત્ર ચહેરા પર જ નહીં પરંતુ ફાટેલી એડીઓ અને ફાટેલા હોઠની સારવારમાં પણ કરી શકો છો.

કેળાનો ફેસ પેક – કેળામાં ભરપૂર મોઇશ્ચર અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આપણી ત્વચાને નરમ બનાવવામાં મદદ કરી શકે છે. તે ખીલને ઘણી હદ સુધી અટકાવે છે અને ચહેરા પર વહેલી કરચલીઓ આવવા દેતી નથી. કેળાનો ફેસ પેક બનાવવાની ઘણી રીતો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો