ઊંઘ દરમિયાન બનતી કેટલીક બાબતો... - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS

ઊંઘ દરમિયાન બનતી કેટલીક બાબતો…

 | 4:07 am IST

દરેક વ્યક્તિ કોઇ એક નિશ્ચિત સમયે ઊંધે ા છે. જ્યારે ઊંઘ સામાન્ય રીતે શાંતિપૂર્ણ હોય શકે છે, પણ ઊંઘતી વખતે કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે કે જેના વિશે આપણે જાણતા નથી. ઊંઘ દરમિયાન શરીરના અમુક સ્નાયુઓને લકવો મારી જતો હોય છે. એનો મતલબ એમ થાય છે કે જ્યારે તમે સુતા હોવ છો સપનાં જોતા હોય ત્યારે તમે આજુબાજુ હલી શકતા નથી. જ્યારે કેટલાક લોકો આવા સમયે હલન-ચલન ના કરી શકતા ગભરાઇને જાગી જતા હોય છે. જ્યારે તમે સુવાનો પ્રયાસ કરો છો ત્યારે શરીર મનને પકડવાનો પ્રયાસ કરે છે અને એ મનને સમજવાનો પ્રયાસ કરે છે મન દ્વારા તેને આદેશ આપવામાં આવે છે કે હવે થોડીવારમાં સૂઇ જવાનંુ છે. તમે જ્યારે સૂઇ જાવ છો ત્યારે તમારું ગળંુ સહેજ બંધ થઇ જાય છે. જો ગળું સાંકડુ થઇ જાય તો, તે નસકોરાનું કારણ બને છે. જેના કારણે વ્યક્તિ પૂરી રીતે શ્વાસ લઇ શક્તિ નથી અને ઊંઘમાં  બિહામણોે અનુભવ કરતી હોય છે.