ઊંઘ કરતાં પણ સ્વપ્નો વધારે જરૂરી છે! - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • ઊંઘ કરતાં પણ સ્વપ્નો વધારે જરૂરી છે!

ઊંઘ કરતાં પણ સ્વપ્નો વધારે જરૂરી છે!

 | 12:10 am IST

જીવન ધ્યાન :- ઓશો

પૂર્વના દેશોમાં મનીષીઓએ ચેતનાને ચાર થરમાં વહેંચેલી છે. પ્રથમ, એ આપણી કહેવાતી જાગરૂકતાની સ્થિતિ છે. વાસ્તવમાં તે જાગૃતિ નથી, કારણ કે બિલકુલ તેની નીચેના થરમાં સ્વપ્નો તરે છે. આંખો બંધ કરશો એટલે કલ્પના તમારો કબજો લઈ લેતી દેખાશે અને તમે આ ક્ષણ અને આ સ્થળથી દૂર ખેંચાવા માંડશો. ખરેખર તો તમે ક્યાંય જઈ રહ્યા નથી, પણ તમારા મનથી તમે દૂર-દૂર પહોંચી શકો છો.

તો પહેલી અવસ્થાએ કહેવાતી જાગૃતિની અવસ્થા છે. બીજી અવસ્થા છે નિદ્રા. આ બંને અવસ્થાથી આપણે પરિચિત છીએ. ત્રીજી અવસ્થા સ્વપ્નશીલ (driming state) અવસ્થા છે, કારણ કે સ્વપ્ન વગર પણ નિદ્રાધીન અવસ્થામાં જઈ શકાય છે. સ્વપ્ન વગરની નિદ્રાની ગુણવત્તા જુદી જ જાતની હોય છે. આવી અવસ્થા ખૂબ સમતાભરી, શાંત, શ્યામ, ગહન અને ખૂબ શક્તિપ્રદ હોય છે.

આમ નિદ્રા એ અવસ્થા નંબર બે છે અને તે કહેવાતી જાગૃતિની નીચે છે. પછી ત્રીજી અવસ્થા છે સ્વપ્નાવસ્થા. તમારી ઊંઘ મોટા ભાગે સ્વપ્નભરી હોય છે. આઠ કલાકની ઊંઘમાં તમે છ કલાક સ્વપ્નો જોતાં હો છો. છૂટા-છવાયા ટાપુની માફક, થોડું અહીં-તહીં તમારી નિદ્રામાં તમે શાંત હો છો, અન્યથા તો તમે સતત સ્વપ્નની અવસ્થામાં હો છો.

તમે કેટલો સમય સ્વપ્નવાળી અવસ્થામાં હતા તે તમને યાદ હોતું નથી એટલે તમને કદાચ એવું લાગે કે આઠ કલાકમાંથી માત્ર બે કલાકની અવસ્થા સ્વપ્નવિહીન હોય છે તેમ કહેવું વધારે પડતું છે. જ્યારે તમે જાગવાની તૈયારીમાં હો ત્યારે તમને ફકત તમારું છેલ્લું સ્વપ્ન યાદ હોય છે. કારણ કે જાગૃતિની અવસ્થા શરૂ થતાં આપણી યાદદાસ્તની ઊર્જા કાર્યરત થવા માંડે છે અને તેથી તે સ્વપ્નની દુનિયાનો પૂંછડિયો ભાગ પકડી શકે છે. આપણને બધાં સ્વપ્નો યાદ રહેતા નથી, પણ જાગવાની ઘડીની તુરંત પહેલાનાં સ્વપ્નો-પ્રભાતનાં સ્વપ્નો યાદ રહે છે.

પૂર્વના દેશોમાં હંમેશાં આ ખ્યાલ રહેલો છે કે પેલી બે કલાકની શાંત નિદ્રાની જેવી જ છ કલાકના સ્વપ્નવાળું અવસ્થા પણ જરૂરી છે અને પિૃમમાં પહેલી જ વાર, છેલ્લા દસ વર્ષોમાં જે નવા સંશોધનો થયાં છે. તેમાં એ સાબિત થયું છે કે પૂર્વની આ આંતરદ્રષ્ટિ બિલકુલ સાચી છે. ખરેખર તો નવા સંશોધનો એવું કહે છે કે ઊંઘ કરતાં પણ સ્વપ્નો વધારે જરૂરી છે, કારણ કે સ્વપ્નમાં તમે તમારા મનનો બધો કૂડો-કચરો બહાર ફેંકી દો છો.

દિવસ દરમિયાન મન બધી જાતના શબ્દો, તૃષ્ણાઓ-આકાંક્ષાઓનો, પુષ્કળ કચરો ભેગો કરે છે. તેને બહાર ફેંકવો જરૂરી છે. દિવસ દરમિયાન તેને ફેંકવાનો કોઈ સમય મળતો નથી. તેને બદલે તમે વધુ ને વધુ એકઠો કર્યા કરો છો. રાત્રે જ્યારે તમે ઊંઘમાં હો ત્યારે તેની સાફ-સૂફી કરવાની મગજને તક મળે છે. સ્વપ્ન પાનખર ઋતુ જેવું કામ કરે છે, પણ આ તો રોજિંદો ક્રમ છે. ફરીથી કચરો ભેગો કરશો, ફરીથી સ્વપ્નમાં તેનો નિકાલ કરશો, ફરીથી ભેગો કરશો…

આટલી અવસ્થાઓ આપણે જાણીએ છીએ. ચોથી અવસ્થાનું પૂર્વના દેશોમાં કોઈ નામ નથી, પણ તેને માત્ર ચોથું-તુરિય કહેવામાં આવે છે. આ કોઈ શબ્દ નથી, ફક્ત સંખ્યા છે. નામ ન આપવાનું કારણ એ છે કે જેથી તમે તેનું અર્થઘટન કરવા બેસી ના જાઓ-તમારું મગજ તેની સાથે રવાડે ચઢે અને તમને છેતરે નહીં. માત્ર એક આંકડો-ચાર-તેની સાથે મન શું કરી શકે? મગજને તો જાણે લકવો લાગી ગયો. સંખ્યાને બદલે એકાદ કોઈ નામ આપ્યું હોત તો મગજને પોતાનો રસ્તો મળી ગયો હોત. તે અર્થઘટન કરવામાં લાગી જાત પણ નંબર ચાર- તેનું કોઈ અર્થઘટન થઈ શકે નહીં.  ચોથી અવસ્થા એ સાચી જાગૃત અવસ્થા છે. ચોથી અવસ્થાને બાકીની ત્રણ અવસ્થાના સંદર્ભમાં સમજવી પડશે. તે પ્રથમ અવસ્થાને એટલે કે કહેવાતી જાગૃતિની અવસ્થાને થોડીઘણી મળતી છે. આ કહેવાતી જાગૃતિની અવસ્થા ખૂબ પાતળી છે, લગભગ નગણ્ય જેવી છે, પણ તેમાં થોડી ખાસિયતો છે. ચોથામાં પણ એ જ જાગૃતિની અવસ્થા છે પણ તે પરિશુદ્ધ જાગૃતિ છે. તમે પૂર્ણ જાગૃત છો.

વળી, બીજી અવસ્થા એટલે કે નિદ્રાની અવસ્થાને પણ તેં થોડીઘણી મળતી છે. નિદ્રામાં શમતા, ગહનતા, શાંતિ, નિરાંત છે. પણ તેની માત્રા અતિ અલ્પ છે.                                         [email protected]