Sleeping naked Could Be Good Health: New Study
  • Home
  • Featured
  • રાત્રે કપડાં પહેર્યા વગર સૂવાથી આટલા બધા ફાયદા, તમારી સેક્સ લાઇફ પણ બનશે રંગીન

રાત્રે કપડાં પહેર્યા વગર સૂવાથી આટલા બધા ફાયદા, તમારી સેક્સ લાઇફ પણ બનશે રંગીન

 | 12:52 pm IST

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાઇલ્ડ હેલ્થ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ, મેરીલેન્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ એક અભ્યાસ કર્યો છે. તેમાં સામેલ લોકોએ પોતાના પાર્ટનર સાથે કપડાં પહેરીને અને કપડાં પહેર્યા વગર સૂવાના અનુભવોને જાણ્યા તો તેનું પરિણામ સામે આવ્યું.

આ અભ્યાસ પ્રમાણે 57 ટકા ન્યૂડ સૂતા લોકોએ તેને એક સુખદ સેક્સ લાઇફ બનાવાની એક બેસ્ટ રીત ગણાવી. આમ તો બધા જાણે છે કે જ્યારે પાર્ટનરની સ્કીનની સાથે પોતાની સ્કીનનો કોન્ટેક્ટ થાય છે તો શરીરમાં ઑક્સિટૉક્સિન નામનો હોર્મોન રીલીઝ થાય છે. જેને ફીલ ગુડ હોર્મોન કહેવાય છે અને તેનાથી તમે સારું મહેસૂસ કરો છો. આ સિવાય પાર્ટનરની સાથે ઘનિષ્ઠ લગાવ પણ મહેસૂસ થાય છે.

આ પણ વાંચો: સેક્સ કરતા સમયે ભૂલથી પણ ટ્રાય ન કરો આ ટિપ્સ, નહીંતર…

અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો રાત્રે કપડાં પહેર્યા વગર એટલે કે ન્યૂડ સૂએ છે તેમના શરીરમાં ઘણા સકારાત્મક ફેરફાર થાય છે. રાત્રે ન્યૂડ સૂવાથી તમારું વજન પણ ઘટે છે અને સેક્સ લાઇફ એકદમ શ્રેષ્ઠ બની જાય છે અને સારી ઉંઘ પણ આવી જાય છે. એટલે કે કપડાં પહેર્યા વગર સૂવાથી વજન ઉતરે છે.

આ પણ વાંચો: કોન્ડોમની સાઇઝને લઇને તમને પણ થાય છે કંઇક આવા સવાલ?

આ અભ્યાસ પ્રમાણે જો તમારી ઉંઘ ગરમીના લીધે બાધિત થાય છે તો તમારા શરીરમાંથી સામાન્ય કરતાં વધુ કોર્ટિસોલ ઉત્પન્ન કરે છે, તેનાથી ભૂખ વધું લાગે છે. પરિણામસ્વરૂર તમારું વજન વધી જાય છે. જ્યારે તેનાથી ઉલટું જો તમે કપડાં પહેર્યા વગર સૂઓ છો તો તમારું શરીર ઠંડું રહે છે, જે ફેટને બર્ન કરી દે છે અને વજન ઘટવાની સંભાવના વધી જાય છે. સાથો સાથ ન્યૂડ થઇને સૂવાથી તમારી ઉંમર પણ લાંબી થઇ જાય છે.

આ પણ વાંચો:  આ ફાયદા જાણીને તમે પણ સેક્સ માટે થઇ જશો તૈયાર

સ્પર્મ ઉત્પન્ન થવા પર પડે છે અસર
બીજું તારણ એ પણ આવ્યું છે કે આમ તો પુરુષો જો રાતમાં બૉક્સર, શૉર્ટસ કે પાયજામો પહેરીને સૂએ છે તો તેમના સ્પર્મ એટલે કે શુક્રાણુ ઉત્પાદનને નુકસાન પહોંચી શકે છે અને તેના લીધે બાળકો પેદા કરવાની સંભાવનામાં અડચણ ઉભું થઇ શકે છે. આ અભ્યાસ પ્રમાણે ન્યૂડ સૂવાથી લોકોની સેક્સ લાઇફને શ્રેષ્ઠ બનાવામાં મદદ મળી શકે છે. એવામાં જે ન્યૂડ સૂવાનું પસંદ કરે છે, તેના માટે આ સામાચાર હોઇ શકે છે.