ડાબા પડખે ઊંઘવાથી થાય છે આ અધધધ...ફાયદાઓ, જાણી લો તમે પણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ડાબા પડખે ઊંઘવાથી થાય છે આ અધધધ…ફાયદાઓ, જાણી લો તમે પણ

ડાબા પડખે ઊંઘવાથી થાય છે આ અધધધ…ફાયદાઓ, જાણી લો તમે પણ

 | 3:05 pm IST
  • Share

ડાબા પડખે સુવાથી અનેક શારીરિક લાભ થાય છે. રાત્રે કે દિવસે જયારે સુઇએ ત્યારે એક જ પડખે ઊંઘવાનું શકય નથી. પરંતુ જો તમે 70 ટકા સમય ડાબે પડખે ઊંઘશો તો તમારા સ્વાસ્થય માટે ખૂબ જ લાભકારી સાબિત થશે. આરોગ્યશાસ્ત્રમાં પણ એમ કહેવાયું છે કે, ચત્તો સુવે એ રોગી, ઉન્ધો સુવે તે ભોગી, જમણે સુવે એ જોગી, અને ડાબે સુવે તે નિરોગી. તો આજે તમે પણ જાણી લો ડાબે પડખે સુવાના ફાયદાઓ.

– ડાબા પડખે સુવાથી પેટ સંબંધી રોગો, થાક, પેટનું ફૂલવું, મળત્યાગ વગેરે સમસ્યાઓમાં ઘટાડો થાય છે.
– હૃદય અને પેટ પર દબાણ આવતું નથી. જેથી હૃદયને પુરતું લોહી પહોંચી શકે છે.
– ડાબા પડખે સુવાથી માણસને રાત્રે ડરામણા સપના ઓછા આવે છે.
– ડાબા પડખે ઊંઘવાથી સ્વાદુપિંડ સરળતાથી કાર્ય કરી શકે છે, આથી સરવાળે પાચન શકિત મજબૂત બને છે.
– ડાબા પડખે સુવાથી ગુરુત્વાકર્ષણના નિયમને આધારે ભોજન નાના આંતરડામાંથી મોટા આંતરડા તરફ પસાર થાય છે આથી પાચન થતા દસ્ત સાફ અને સંપૂર્ણ આવે છે.
– આ સાથે પિત્તની મુશ્કેલીઓથી બચી શકાય છે.
– ડાબા પડખે સુવાથી ચરબી જમા થતી નથી. અને મેદસ્વીતાથી દુર રહી શકાય છે. આમ ડાબા પડખે સુવાના અનેક લાભો છે. આપણે તેને અપનાવીશું તો આપોઆપ અનુભવી શકીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન