લખતરઃ રાત્રે ધાબા પર ઉંઘતી શિક્ષીકા સાથે અડપલા કર્યા અને પછી.... - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • લખતરઃ રાત્રે ધાબા પર ઉંઘતી શિક્ષીકા સાથે અડપલા કર્યા અને પછી….

લખતરઃ રાત્રે ધાબા પર ઉંઘતી શિક્ષીકા સાથે અડપલા કર્યા અને પછી….

 | 2:35 pm IST

લખતર તાલુકાના એક ગામમાં શિક્ષીકા રાત્રે ભર નિંદરમાણી રહી હતી. ત્યારે એજ ગામના શખ્સે ધાબા ઉપર ચઢી મીઠી નિંદર માણી રહેલ શિક્ષીકા સાથે શારિરીક અડપલા કર્યા હતા. અચાનક શિક્ષીકા જાગી જતા શખ્સે છરી બતાવી ધમકી આપી હતી. અને બિભત્સ માંગણી કરતા તેનો પ્રતિકારી કર્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલા શખ્સે શિક્ષીકાના હાથે અને ગળાના ભાગે છરીથી ઈજાઓ પહોંચાડી ધમકી આપીને નાસી છૂટયો હતો. આ બનાવની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગેની પ્રાપ્ય વિગતો મુજબ લખતર તાલુકાના એક ગામમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતા ૩૭ વર્ષીય શિક્ષીકા મહિલા મકાનના ધાબા ઉપર મીઠી નિંદર માણી રહી હતી. ત્યારે પદુભા ઉર્ફે પ્રધ્યુમનસિંહ રાણા નામનો શખ્સ ધાબા ટપીને મીઠી નિંદર માણી રહેલ શિક્ષીકા પાસે આવીને શારિરીક અડપલા કર્યા હતા. એ દરમિયાન શિક્ષીકા અચાનક જાગી જતા પ્રતિકાર કર્યો હતો. પરંતુ શખ્સે છરી બતાવી બિભત્સ માંગણી કરી હતી.

શિક્ષીકાએ વિરોધ કરીને દેકારો મચાવી દેતા આજુબાજુ માંથી લોકો જાગીને દોડી આવ્યા હતા. પરંતુ તે પૂર્વે શિક્ષીકા સાથે અડપલા કરનાર શખ્સે છરીથી હૂમલો કરી હાથે અને ગળાના ભાગે ઈજાઓ પહોંચાડીને નાસી છૂટયો હતો. બાદમાં શિક્ષીકાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોતાના વતન ઘેર રવાના થઈ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવની પીએસઆઈ એ.ડી.ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન