dev patel birthday lesser known fact about the actor
  • Home
  • Featured
  • Photos: ‘સ્લમડૉગ મિલેનિઅર’નો આ એક્ટર દેવ પટેલ ટેકનોલોજીથી રહે છે દૂર

Photos: ‘સ્લમડૉગ મિલેનિઅર’નો આ એક્ટર દેવ પટેલ ટેકનોલોજીથી રહે છે દૂર

 | 4:12 pm IST

ફિલ્મ ‘સ્લમડૉગ મિલેનિઅર’થી પ્રખ્યાત થયેલા બ્રિટિશ ઈંડિયન એક્ટર દેવ પટેલ પોતાની એક્ટીંગ સ્કીલથી લોકોના દિલમાં જગ્યા બનાવી ચુક્યો છે. આજે એટલેકે 23 એપ્રિલે તેનો જન્મદિવસ છે. આ ખાસ મોકા પર જાણીશુ તેની કેટલીક જાણી અજાણી વાતો.

દેવના માતા પિતા છે ગુજરાતી હિંદૂ. તેમની મુલાકાત લંડનમા થઈ હતી. 1990માં દેવનો જન્મ થયો. કેટલીક હોલીવુડ ફિલ્મોમા પણ કર્યુ કામ. ‘સ્લમડૉગ મિલેનિઅર’થી ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર દેવે પછી ક્યારેય પાછુ ફરીને જોયુ જ નથી. માર્શલ આર્ટની લીધી ટ્રેનિંગ બહેતર એક્ટીંગની સાથે દેવ માર્શલ આર્ટ પણ છે માસ્ટર.

દેવને ટેકનોફોબ શખ્સ માનવામાં આવે છે. તે ટેકનોલોજીથી જાણે કે દૂરદૂર ભાગે છે. આજ કારણે તે સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ રહેતો નથી.

ફ્રિડા પિંટો સાથે રિલેશનશિપમાં રહ્યો
‘સ્લમડૉગ મિલેનિઅર’ની કો-સ્ટાર ફ્રીડા પિંટો સાથે દેવ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યો હતો. પાછળથી બંને અલગ થઈ ગયા. દેવે 16 વર્ષની ઉંમરે પહેલીવાર ફિલ્મમાં ઓડિશન આપી હતી. તે પ્રખ્યાત બ્રિટિશ સીરીઝ ‘સ્ક્રીન્સ’માં નજર આવ્યો હતો.
હોલિવુડની ફિલ્મ ‘લોયન’ તેની કેરિયરની સૌથી સફળ ફિલ્મોમાં એક રહી છે. દેવ આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચીને રડવા લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન