Slumdog Millionaire Movie Music completed Ten Years, Celebration Photos Viral
  • Home
  • Featured
  • ‘સ્લમડોગ મિલિયનેયર’ના મ્યુઝિકને 10 વર્ષ પૂરા થયા, જુઓ જશ્નની તસવીરો

‘સ્લમડોગ મિલિયનેયર’ના મ્યુઝિકને 10 વર્ષ પૂરા થયા, જુઓ જશ્નની તસવીરો

 | 2:19 pm IST

‘સ્લમડોગ મિલિયનેયર’ના મ્યુઝિક રિલીઝને ગઈકાલે 10 વર્ષ પૂરા થયા છે. જોકે આ નિમિત્તે સોમવારે મુંબઈના ધારાવીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુલઝાર, એ.આર.રહેમાન અને અનિલ કપૂરે હાજરી આપી હતી. આ દરમિયાન અનિલ કપૂરે ગુલઝારને પગે લાગી આશીર્વાદ લીધા હતા. સ્લમડોગ મિલિયનેયર મ્યુઝિક રિલીઝ દરમિયાન કેક કાપીને તેનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

તમને બતાવી દઈએ કે ‘સ્લમડોગ મિલિયનેયર’ માટે એ.આર રહેમાનને વર્ષ 2008માં ‘જય હો’ માટે બે ઓસ્કર પુરસ્કાર,સર્વશ્રેષ્ઠ સંગીત અને સર્વશ્રેષ્ઠ ગીત(સુંયક્ત રૂપમાં) માટે મળ્યા હતા. ઉપરાંત ગુલઝારને પણ ‘સ્લમડોગ મિલિયનેયર’ માટે સર્વશ્રેષ્ઠ ગીત માટે ઓસ્કર મળ્યો હતો. આ કાર્યક્રમમાં સુખવિન્દર સિંહ અને ઇલા અરુન પણ હાજર આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન