આ કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો ઉતાવળ કરજો, કારણ કે... - Sandesh
NIFTY 10,565.00 +16.30  |  SENSEX 34,458.74 +63.68  |  USD 65.6650 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • આ કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો ઉતાવળ કરજો, કારણ કે…

આ કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો ઉતાવળ કરજો, કારણ કે…

 | 10:53 am IST

જો તમે નાની કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ ડીલને જીએસટી લાગૂ થાય તે પહેલાં પૂરી કરી દો. જીએસટી લાગૂ થયા બાદ તમારે તેના પર કેટલીક વધુ રકમ ચૂકવવી પડી શકે છે. નવા પરોક્ષ વેરા વ્યવસ્થામાં નાની કારો પર સેસ વધુ લાગશે. જોકે મોટી સેડાન, સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ્સ (એસયુવી) અને લક્ઝરી કાર ખરીદનાર લોકોને રાહત મળી શકે છે. તેના લીધે જીએસટી કાઉન્સિલે તેના પર 15 ટકા સેસ નાંખવાનો નિર્ણય લીધો છે, પરંતુ તેના પર કુલ ટેક્સ પહેલાની સરખામણીમાં ઓછો થઇ જશે.

હાલ આ કારો પર તમામ પ્રકારના અલગ-અલગ ટેક્સ લાગતા હતા, પરંતુ હવે તેના પર 28 ટકા ટેક્સ લાગશે. આ સિવાય નાની પેટ્રોલ ગાડીઓ પર 1 ટકા અને ડીઝલ કારો પર 3 ટકા સેસ લાગશે. જ્યારે મોટી અને લક્ઝુરિયસ કારો પર 28 ટકા ટેક્સ સિવાય 15 ટકા સેસ પણ ચાર્જ કરી શકાય છે. ઑટો ઇન્ડસ્ટ્રીઝના જાણકારોનું કહેવું છે કે એન્ટ્રી સેગમેન્ટમાં સેસ લાગતા દેશને નાની કારોના મેન્યુફેકચરિંગ બેઝના રૂપમાં વિકસિત કરવાની સંભાવનાઓથી વિપરિત અસર થશે.

હાલ ટેક્સ સ્ટ્રકચરમાં નાની કારો પર 12.5 ટકાની એક્સાઇઝ ડ્યુટી લાગે છે. આ સિવાય 12.5 ટકાથી લઇને 14.5 ટકા સુધીનો વેટ લાગે છે. પરંતુ હવે નવી પ્રસ્તાવિત વ્યવસ્થાની અંતર્ગત તેના પર 28 ટકા ટેક્સ લાગશે અને ફરીથી 1થી 3 ટકા સેસ વસૂલવા પર આ આંકડો 29થી 31 ટકા સુધી પહોંચશે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના ડાયરેકટર રાકેશ શ્રીવાસ્તવે કહ્યું કે પ્રાસ્તિવત જીએસટી સ્ટ્રકચરની અંતર્ગત નાની કારોને ટેક્સમાં વધારો થશે. એન્ટ્રી સેગમેન્ટમાં ભાવ ખૂબ જ અગત્યના છે અને તેમાં વધારો ભારતના કાર મેન્યુફેકચરિંગ સેન્ટર બનાવાની રાહમાં પડકાર હોઇ શકે છે.

આ કારો પર થશે અસર, વધી શકે છે ભાવ
જો કંપનીઓ ટેક્સ રેટ વધારશે તો ભાવ વધી જાય છે તેના લીધે અલ્ટો, ક્વિડ, સ્વિડફ્ટ, ટિઆગો, અને ઇઓન જેવી કારોના ભાવ વધી શકે છે.