એપ્રિલથી નાની કારના વીમાના દરમાં થશે ઘટાડો, જાણો શું થશે પ્રીમિયમ - Sandesh
  • Home
  • Business
  • એપ્રિલથી નાની કારના વીમાના દરમાં થશે ઘટાડો, જાણો શું થશે પ્રીમિયમ

એપ્રિલથી નાની કારના વીમાના દરમાં થશે ઘટાડો, જાણો શું થશે પ્રીમિયમ

 | 3:20 pm IST

વીમા નિયામક ઈરડા દ્વારા નાની કારો અને કેટલાંક ટુ વિહલર વાહનોના વીમાનું પ્રીમિયમ ઓછો કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે બીજી તરફ ગુડ્સ(ભાર વાહક) વાહનોમાં પ્રીમિયમનો વધારો કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. તેમજ ઈરડા દ્વારા નાણાંકીય વર્ષ 2018-19 માટે મોટરના થર્ડ પાર્ટી ઇન્સયોરન્સ કવરના પ્રીમિયમ માટે પણ મુસદ્દો તૈયાર કર્યો છે.

જેના અનુસાર, ઇ-રીક્ષા માટે પ્રીમિયમ અગાઉ રૂ.1440 હતું જે વધીને રૂ.1685 કરવાનો પ્રસ્તાવ છે. જ્યારે 1000 CCથી ઓછી ક્ષમતા ધરાવતી કારોમાં થર્ડ પાર્ટી ઇન્સયોરન્સનું પ્રીમિયમ રૂ. 2055થી ઘટાડીને રૂ. 1850 કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ ક્ષમતાથી વધુ એન્જીનની કારોના પ્રીમિયમમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે નાના ટુ-વ્હીલરોના પ્રીમિયમમાં પણ ઘટાડો કરવામાં આવી શકે છે. બીજી તરફ ખેતી માટે ઉપયોગમાં લેવાતાં ટ્રેકટરના પ્રીમિયમમાં પણ વધારો થઈ શકે છે.

મોટર વાહન કાયદા હેઠળ થર્ડ પાર્ટી વીમાની જોગવાઈ અગાઉથી જ કરવામાં આવેલ છે. જેમાં મોટર વાહનની કોઈ પણ દુર્ઘટના થાય છે તો ત્યારે વીમો કઢાવનાર અને વીમા કંપની ઉપરાંત ત્રીજી વ્યક્તિને પણ નુકસાન થાય છે. આ વ્યવસ્થા થર્ડ પાર્ટીને યોગ્ય બદલો આપવા માટે બનાવવામાં આવી છે. આ મુદ્દે સરકારે કોઇ પણ સ્થિતિમાં થર્ડ પાર્ટી વીમો લેવાનું ફરજિયાત કર્યું છે. જેમાં દુર્ઘટના સમયે સામે પક્ષને પણ વળતર આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી તમામને લાભ મળી શકે.

ભારતમાં જ્યારે નવી ગાડીની ખરીદી કરવામાં આવે ત્યારે જ વાહન ડીલર વીમા કવરમાં તેની ગણતરી કરી લેતાં હોય છે.