Video : આ નદી પર આવેલો છે દુનિયાનો સૌથી નાનો ટાપુ
January 3, 2018 | 3:46 pm IST
દુનિયામાં અસંખ્ય ટાપુઓ છે જેઓ એક અથવા બીજા કારણો પર ચર્ચામાં રહે છે. આજે અમે તમને માનવ વસાહત સાથેનો દુનિયાનો સૌથી નાનો ટાપુ વિશે જણાવીશું. જસ્ટ રૂમ ઇનફ આઇલેન્ડ એવુ આ ટાપુને નામ આપવામાં આવ્યું છે. આ ટાપુનુ ક્ષેત્રફળ 3300 વર્ગ ફૂટ જેટલું છે. આ ટાપુ કેનેડા અને ન્યુયોર્કની સરહદ પર વહેતી સેન્ટ લોરેન્સ નદીમાં આવેલો છે. ભૂતકાળ સમયમાં આ ટાપુને ખબ આઇલોન કહેવામાં આવતો પરંતુ 1950માં એક પરિવારે ખરીદ્યો હતો. ત્યારથી આ ટાપુને જસ્ટ રૂમ ઇનફ આઇલેન્ડ કહેવામાં આવે છે.