નાના રસોડાને વ્યવસ્થિત રાખવા કરો યોગ્ય વ્યવસ્થા - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • નાના રસોડાને વ્યવસ્થિત રાખવા કરો યોગ્ય વ્યવસ્થા

નાના રસોડાને વ્યવસ્થિત રાખવા કરો યોગ્ય વ્યવસ્થા

 | 3:35 am IST

કિચન ટિપ્સ

પહેલાંના સમયમાં લોકોના ઘર પણ મોટા હતા, અને રસોડું પણ મોટું હતું. જ્યારે સમયમાં આવતા બદલાવની સાથે આજે ઘર નાના બન્યા છે, તેની સાથે રસોડું પણ નાનું બન્યું છે. અત્યારે એક સમયે ઘર મોટું હોય, પરંતુ રસોડું ભાગ્યે જ મોટું હોય છે. નાનું રસોડું હોવું તે અત્યારે ટ્રેન્ડી બન્યું છે, તેમ કહેવું પણ ખોટું નથી મોડયુલર કિચનના ક્રેઝમાં આજે મહિલાઓ પણ નાનું રસોડું ઇચ્છે છે. જેને આકર્ષક દેખાવ તો આપી શકાય છે. પરંતુ રસોડું નાનું હોય તો તેને વ્યવસ્થિત રાખવું વધારે જરૂરી બને છે, કારણ કે ઓછી જગ્યામાં વધારે સામાનને ગોઠવવાનો હોય છે. ઓછી જગ્યામાં દરેક સામાનને વ્યવસ્થિત રીતે ગોઠવવો તથા જરૂર હોય તે સમયે તરત જ હાથમાં આવી જાય તે માટે વિવિધ પ્રકારના આઇડિયા પણ વિચારવા પડે છે, તો આવો નાના રસોડાને પણ પરફેક્ટ રીતે ગોઠવવા માટે વિવિધ આઇડિયા વિશે જોઇએ.

રસોડામાં ઓછા દરવાજા રાખો

જો તમારું રસોડું નાનું હોય તો તમારા રસોડામાં દરવાજા ઓછા હોય તે વધારે સારું રહેશે. દરવાજા વધારે હોય તો તમે લાંબુ પ્લેટફોર્મ બનાવી ન શકો, કે ન સ્ટોરેજ રૂમ કે કબાટ બનાવી શકો, તેથી દરવાજો વધુમાં વધુ બે જ રાખો. હવે, નાના રસોડામાં પણ સ્ટોરેજ કબાટ બનાવી શકાય છે, તે ટ્રેન્ડમાં પણ છે, તથા રસોડાને આકર્ષક બનાવે છે.

પ્લેટફોર્મનો કરો સંપૂર્ણ રીતે ઉપયોગ

જો તમારા રસોડાનો દરવાજો ડાઇનિંગ હોલમાં શિફ્ટ કરી શક્તા હોય તો તમારે તે જરૂરથી કરવું જોઇએ. તમે ઇચ્છો તો તમે તે વધેલી જગ્યાનો ઉપયોગ કરીને પ્લેટફોર્મને મોટું બનાવીને તમે તે પ્લેટફોર્મની જગ્યાનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકો છો. જો પ્લેટફોર્મ લાંબુ ન કરવું હોય તો પ્લેટફોર્મની બાજુમાં તમે ફ્રીઝ કે માઇક્રોવેવ રાખી શકો છો. તેના કારણે તમને રસોઇ બનાવતી વખતે સરળતા રહેશે.

પ્લેટફોર્મની પહોળાઇ ઓછી રાખો

નાના રસોડામાં પ્લેટફોર્મને વધારે પહોળું ન રાખો. સામાન્ય રીતે પ્લેટફોર્મની પહોળાઇ ૨૭-૨૮ ઇંચ હોય છે. પરંતુ જો તમારું રસોડું નાનું હોય તો તમે ૨૪ ઇંચ રાખો. પ્લેટફોર્મ પર બને તો ઓછો સામાન રાખવો, પ્લેટફોર્મ વધારે સામાન રાખવાના કારણે તમને પ્લેટફોર્મ નાનું પડે છે, પરંતુ પ્લેટફોર્મની ઉપરના ભાગમાં તમે કબાટ કરાવીને તમે તેમાં સામાન રાખી શકો છો. તેથી પ્લેટફોર્મ બને તેટલું પહોળું ન રાખો.

સ્ટોરેજની ઊણપ ન રાખો

પ્લેટફોર્મ ઉપર બનાવવામાં આવતા ઓવરહેડ કેબિનેટને સિલિંગ સુધી રાખો. સામાન્ય રીતે આ પ્રકારના કેબિનેટની ઊંચાઇ ૨ ફૂટ હોય છે, જે સ્ટોરેજની ખોટ પૂરે છે. ઓવરહેડ કેબિનેટ્સમાં વધારે ફ્રોસ્ટેડ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. તે વજનમાં હળવું હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત નાના રસોડામાં ક્રીમ કલર અથવા સફેદ કલર જ કરો.

હાર્ડવેરની કિટ કિચનમાં રાખો

મોડયુલર કિચનમાં હાર્ડવેરનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે, તમે ઓવરહેડ કબર્ડસમાં રાખેલા સામાનને ક્યારેય પણ આ હાર્ડવેર કિટનો ઉપયોગ કરી શકો છો.