નાનકડો ઉલ્કાપિંડ ગુરુવારે પૃથ્વી નજીકથી પસાર થઈ જશે - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • નાનકડો ઉલ્કાપિંડ ગુરુવારે પૃથ્વી નજીકથી પસાર થઈ જશે

નાનકડો ઉલ્કાપિંડ ગુરુવારે પૃથ્વી નજીકથી પસાર થઈ જશે

 | 3:05 am IST

વોશિંગ્ટન, તા. ૧૧

એક નાનકડો ઉલ્કાપિંડ ગુરુવારે પૃથ્વીથી ૪૨,૦૦૦ કિ.મી.નાં અંતરે સુરક્ષિતપણે પસાર થઈ જશે. આંતરરાષ્ટ્રીય ઉલ્કાપિંડ ચેતવણી નેટવર્કના રૂપમાં કામ કરતા ટ્રેકર્સ માટે આ ઘટના પડકારરૂપ રહેશે. આ ઉલ્કાપિંડને ૨૦૧૨ ટીસી૪ નામ આપવામાં આવ્યું છે. ઉલ્કાપિંડનું કદ ૧૫થી ૩૦ મીટરનું છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઉલ્કાપિંડનો પૃથ્વી પર કોઈ પ્રભાવ નહીં વર્તાય. ૧૨મી ઓક્ટોબરના રોજ ભારતીય સ્થાનિક સમય મુજબ ૧૧.૧૨ના સુમારે તે ઉલ્કાપિંડ પૃથ્વીથી સૌથી નજીક રહેશે. નાસાએ પણ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ઉલ્કાપિંડ પૃથ્વીથી ખૂબ જ નજીકથી પસાર થવાનો હોવાથી ટેલિસ્કોપ પર તેને ટ્રેક કરીને સંકલન સાધવાની કામગીરી કરનારાઓની કસોટી કરી લેશે.

વર્ષ ૨-૧૨માં હવાઈ ખાતે પનોરોમિક સરવે ટેલિસ્કોપ એન્ડ રેપિડ રિસ્પેન્સ સિસ્ટમે આ ઉલ્કાપિંડને અંતરિક્ષમાં શોધી કાઢયો હતો. વર્ષ ૨૦૧૨માં તેનું નિરીક્ષણ કરીને જ આગાહી કરવામાં આવી હતી કે વર્ષ ૨૦૧૭માં તે ફરીથી જોવા મળશે.

પોતાનાં આઠ મીટરનાં કદનાં ટેલિસ્કોપની મદદથી યુરોપિયન સ્પેસ એજન્સી અને યુરોપિયન સધર્ન ઓબ્ઝરવેટરીએ આ ઉલ્કાપિંડને આ વર્ષે જુલાઈમાં જ જોઈ લીધો હતો. આ ઉલ્કાપિંડ પૃથ્વીની નજીક આવી રહ્યો હોવાથી ત્યારથી જ વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ તેને ટ્રેક કરતા રહ્યા છે. ઉલ્કાપિંડ પ્રભાવ આગોતરી ચેતવણી સિસ્ટમ નામે એક સ્વૈચ્છિક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. નાસા પ્લેનેટરી ડિફેન્સ કો ઓર્િડનેશન ઓફિસ સ્વૈચ્છિક રાહે ઉલ્કાપિંડો પર નજર રાખી રહેલાં આ સંગઠનને ટેકો આપે છે.