Small plane crash at Southern California airport kills 2, officials say
  • Home
  • NRI
  • લ્યો બોલો! આકાશમાંથી ટપકી પડ્યું મોત, ભારતીય મૂળના દંપતીનો માળો વિંખાયો

લ્યો બોલો! આકાશમાંથી ટપકી પડ્યું મોત, ભારતીય મૂળના દંપતીનો માળો વિંખાયો

 | 8:51 pm IST

અમેરિકાના ફિલાડેલ્ફિયાના પેન્સિલવેનિયામાં ગુરુવારે એક નાનું વિમાન ઘર સાથે અથડાયું હતું, જેમાં સવાર ભારતીય મૂળના ડોક્ટર દંપતી અને તેમની 19 વર્ષની દીકરીનાં મોત નીપજ્યાં હતાં. વિમાન ડો. જસવીર ખુરાના ઉડાવતા હતા. તેમના પત્ની ડો. દિવ્યા સુબ્રમણ્યમ ખુરાનાએ 1989માં એઇમ્સમાંથી સ્નાતકનું શિક્ષણ લીધું હતું.

ફિલાડેલ્ફિયા પોલીસના જણાવ્યા પ્રમાણે શહેરથી લગભગ 32 કિલોમીટર દૂર પેન્સિલવેનિયામાં ગુરુવારે વિમાન અકસ્માત થયો હતો. પોલીસે નિવેદનમાં જણાવ્યું હતું કે એક યુવાને ફોન કરી વિમાન ઘર સાથે ટકરાયું હોવાની જાણકારી આપી હતી.

કેલિફોર્નિયામાં ચાકુથી હુમલામાં ચારનાં મોત

અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં ગાર્ડન ગ્રોવ વિસ્તારમાં એક શખ્સે ચાકુથી હુમલો કરી ચાર લોકોની હત્યા કરી દીધી છે. આ હુમલામાં બે ઘાયલ થયા છે. ગાર્ડન ગ્રોવ પોલીસ વિભાગના જણાવ્યા પ્રમાણે હુમલાખોરને પકડી લેવાયો છે.

વિભાગે ટ્વીટ કરી જણાવ્યું છે કે, તપાસમાં જાણ થઈ છે કે આરોપી આ પહેલાં કેટલીય હત્યાઓ અને ચોરીના કિસ્સામાં સંડોવાયેલો રહ્યો છે. આરોપી હાલ હિરાસતમાં છે. તેણે પહેલાં બે યુવાનોને માર્યા, એ બાદ તે ગાડી લઈને ફરાર થઈ ગયો. ત્યાંથી પેટ્રોલ પંપ અને વીમા કંપનીમાં જઈને તેણે બે લોકોને ઘાયલ કર્યા હતાં. એ બાદ તે રેસ્ટોરન્ટમાં ગયો અને ત્યાં તેણે એકની હત્યા કરી હતી.

સુરક્ષા કર્મી પર પણ કર્યો હુમલો

પોલીસે જણાવ્યું કે તે ઉપરાંત આરોપીએ એક સુરક્ષાકર્મી પર હુમલો કર્યો હતો, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. હુમલાખોરનો હેતુ ચોરી કરવાનો હતો.

આ વીડિયો પણ જુઓ

મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુરમાં એરફોર્સની ટીમ દ્ગારા ફૂડ પેકેટ અપાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન