આ ટ્રિકથી કાપેલું લીંબુ બીજા દિવસે પણ નહીં સુકાઈ, રહેશે એવુને એવુ તાજુ - Sandesh
  • Home
  • Lifestyle
  • આ ટ્રિકથી કાપેલું લીંબુ બીજા દિવસે પણ નહીં સુકાઈ, રહેશે એવુને એવુ તાજુ

આ ટ્રિકથી કાપેલું લીંબુ બીજા દિવસે પણ નહીં સુકાઈ, રહેશે એવુને એવુ તાજુ

 | 7:55 pm IST

આપણા ઘરમાં એવી અનેક વસ્તુઓ આપણે ફેંકી દેતા હોઈએ છીએ જેને તમે અન્ય કામોમાં પણ લઈ શકો છો. આવી નાની નાની વાતો જો આપણને ખબર હોય તો ઘણાં કામમાં મદદ મળી શકે છે તો ચાલો જોઈએ આવી કેટલીક ટિપ્સ.

-કાપેલું લીંબુ બીજા દિવસે સુકાઈ ન જાય એ માટે તેને સહેજ મીઠાવાળા પાણીમાં બોળી રાખવું અને ઉપર સહેજ ખાંડ ભભરાવવી.

-બાફેલા બટાકાના બચેલા પાણીથી કપડાં ધોવાથી ચમકદાર થઈ જાય છે.

-નવા ખરીદેલાં બૂટ-ચંપલ પહેરતા પહેલાં તેમાં થોડું શંખજીરું અને તેલ લગાવવું, જેથી તે નહીં ડંખે.

-ચોપડી કે કાગળ ઉપર તેલનો ડાઘ પડયો હોય તો તેની ઉપર તથા નીચે ચોકની ભૂકી ભભરાવી, તેના ઉપર એક કાગળ મૂકી, તેના પર ગરમ ઇસ્ત્રી ફેરવવી. એનાથી ડાઘ ચુસાઈ જાય છે.

-સુતરાઉ કે ઊનનાં કપડાં પર પડેલા લિપસ્ટિકના ડાઘ દૂર કરવા માટે પહેલાં ગ્લિસરીન કે વેસેલિન લગાવીને એ ડાઘ ઝાંખો પાડો ત્યારબાદ તેને ધોઈ નાખો.

-પ્લાસ્ટિકનું કાપડ અક્કડ રહેતું હોય તો પાણીમાં ગ્લિસરીન નાખી બોળી રાખો.

-ગોળને જૂના માટલામાં ભરીને, ઉપર કપડું બાંધી રાખવાથી આખું વર્ષ એવો ને એવો રહે છે.

-ઘઉંમાં મેથીની ભાજીનાં સૂકાં પાંદડાં નાખી દેવાથી ઘઉં બગડતા નથી.