NIFTY 10,138.35 -9.20  |  SENSEX 32,390.61 +-11.76  |  USD 64.3300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • હવે આ સ્માર્ટ બેન્ડેજ ડોકટરને જણાવશે કે કેટલો રૂઝાયો દર્દીનો ‘ઘા’

હવે આ સ્માર્ટ બેન્ડેજ ડોકટરને જણાવશે કે કેટલો રૂઝાયો દર્દીનો ‘ઘા’

 | 7:09 pm IST

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એક વર્ષમાં એવી બ્રેન્ડેજ એટલે કે, પટ્ટીનું પરીક્ષણ શરૂ થઈ શકે છે. જે તે બતાવશે કે, તમારી ઈજામાં કેટલી રિક્વરી આવી છે. તેની બધી જ રિપોર્ટ ડોક્ટર્સને આપશે.

આ બેન્ડેજ 5G ટેકનોલોજીના ઉપયોગથી કામ કરશે કે, કેવા પ્રકારની ટ્રીટમેન્ટની જરૂરત છે. તે સાથે જ દર્દીના મીનિટ-મીનિટની સ્થિતિ પર પણ નજર રાખશે. બ્રિટેન સ્થિત સ્વાનસી યૂનિવર્સિટીના લાઈફ સાયન્સ સંસ્થાએ વૈજ્ઞાનિકોના હાથનીચે આ બેન્ડેજ પર કામ ચાલી રહ્યો છે. આ એક 3D પ્રિન્ટેડ બેન્ડેજ બનાવવાની કોશિશમાં છે, જેની અંદર ટ્રેકિંગ ડિવાઈસ નાંખવામાં આવશે. આ સેન્સર તમારા ઘાને રૂઝાવવાની મોનિટરિંગ કરશે અને તેની જાણકારી ડોક્ટર્સને આપશે જેથી તે પોતાના દર્દી સાથે મુલાકાત કર્યા વગર પણ વ્યવસ્થિત સારવાર રીતે કરી શકે.

આ બેન્ડેજનો ઉપયોગ કરીને ડોક્ટરને રિયલ ટાઈમમાં ડેટા મોકલવા માટે 5G નેટવર્કની પણ જરૂરત છે. જેથી ડોક્ટર્સ વ્યવસ્થિત સારવાર સુનિશ્ચિત કરી શકે. તે માટે 5G હબની પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. આ બેન્ડેજની ટેસ્ટિંગની સાચી જાણકારી માટે હેલ્થ સેન્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. આ બેન્ડેજથી એક નવી ક્રાંતિની શરૂઆત થશે. જેનાથી દર્દીઓને ઝડપી ઈજામાંથી બહાર લાવવા માટે વ્યવસ્થિત રીતે સારવાર આપી શકાશે.