સ્માર્ટ કિચન ટિપ્સ: જે તમારી રસોઈને બનાવશે વધારે સ્વાદિષ્ટ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • સ્માર્ટ કિચન ટિપ્સ: જે તમારી રસોઈને બનાવશે વધારે સ્વાદિષ્ટ

સ્માર્ટ કિચન ટિપ્સ: જે તમારી રસોઈને બનાવશે વધારે સ્વાદિષ્ટ

 | 12:33 pm IST

દરેક વ્યક્તિની રસોઈનો સ્વાદ અલગ જ હોય છે. એકસરખી જ વાનગી બનાવતા હોવા છતાં કેટલાક લોકોના હાથમાં જાદુ છે એવા કોમ્પ્લીમેન્ટ મળતા હોય છે. રસોઈ બનાવવી એ બહુ મોટી વાત નથી એવું કેટલાક લોકો કહેતા હોય છે. એ વાત અમુક અંશે સાચી પણ છે. પણ સારી અને સ્વાદિષ્ટ રસોઈ બનાવવી એ તો એક કળા જ છે અને આ કળા વિકસે છે નાની નાની કિચન ટિપ્સથી. જે તમારી રસોઈને સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે છે. તો નોંધી લો આ કિચન ટિપ્સ અને કરી તમારી રસોઈમાં જાદુ.

  • રવાના લાડુ બનાવતી વખતે માવાને બદલે દૂધનો પાવડર મિક્સ કરી દો. આનાથી લાડુનો સ્વાદમાં ડબલ વધારો થઇ જશે.
  • પનીરને ઘણા દિવસો સુધી તાજુ રાખવા માટે તેને ફ્રિજમાં મુકતા પહેલા બ્લોટિંગ પેપરમાં લપેટી દો.
  • શાકભાજીને અનેક દિવસો સુધી તાજી રાખવા માટે તેને ફ્રિઝમાં મુકતા પહેલા છાપામાં લપેટી દો.
  • સ્વાદિષ્ટ ચીઝ સેન્ડવિચ બનાવવા માટે બ્રેડની સ્લાઈસ પર ચીઝની એક પરત મુક્યા પછી તેને ઝીણી સમારેલી શિમલા મરચું, ડુંગળી, ચિકન અથવા બીંસ મુકીને તેને માઈક્રોવેવમાં ચીઝ સોનેરી થાય ત્યાં સુધી સેકાવા દો.
  • ઢોંસા બનાવતા પહેલા તેના મિશ્રણમાં બે મોટી ચમચી બાફેલા ચોખા મિક્સ કરી દો. આનાથી તે તવા પર ચોંટશે નહિં.
  • અથાણા પર ફુગ આવતી બચાવવા માટે બરણીમાં થોડા દિવસો માટે થોડી સેકેલી હિંગ મુકી દો.
  • વધુ પડતા પાકી ગયેલા ટામેટાને બીજીવાર તાજા કરવા માટે તેને મીઠુ નાખેલા ઠંડા પાણીમાં આખી રાત રહેવા દો.