રસોડાની રાણીને મદદ કરશે આ ટિપ્સ, કરો આજથી જ ફોલો - Sandesh
NIFTY 10,801.85 -4.75  |  SENSEX 35,543.94 +-12.77  |  USD 68.0700 +0.56
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Lifestyle
 • રસોડાની રાણીને મદદ કરશે આ ટિપ્સ, કરો આજથી જ ફોલો

રસોડાની રાણીને મદદ કરશે આ ટિપ્સ, કરો આજથી જ ફોલો

 | 11:51 am IST

કહેવાય છે કે નાની નાની ટિપ્સ રસોડાની રાણીને મદદ બહુ કરે છે. તો આજે જાણીએ કે રસોડાની નાની નાની વાતો કેવા મોટા કામ કરે છે.

 • વાનગી તળતી વખતે તેમાં એક ચમચી ચોખ્‍ખું ઘી નાખવાથી તે વાનગી લાંબો સમય સુધી સારી રહે છે.
 • આદુને તાજુ રાખવા માટે ભીની માટીમાં દાટી રાખવાથી સુકાશે નહિ.
 • ભાત બનાવતી વખતે તેમાં થોડું મીઠું, ચોખ્‍ખું ઘી અને થોડું લીંબુ નીચોવવાથી ભાતની સોડમ સરસ થશે અને ભાત છૂટો થશે.
  ઢોકળામાં સોડાને બદલે ઈનો ફ્રુટ સોલ્‍ટ નાખવાથી ઢોકળા ખૂબ પોચા બને છે.
 • છાશમાં ગરમ કરેલા તેલમાં જીરૂ-રાઈ-હિંગનો વધાર કરવાથી છાશ વધારે સ્‍વાદિષ્‍ટ લાગે છે.
 • પુરી બનાવતી વખતે તેમાં અડધી ચમચી ખાંડનું પાણી નાખવાથી પુરી ફૂલેલી જ રહેશે.
 • કાચનાં વાસણ ધોતી વખતે વોશબેસિનની નીચે જૂના જાડા ટુવાલનો ટુકડો પાથરી દો. તેનાથી કાચનાં વાસણ તૂટવાનો ભય ઓછો રહે છે.
 • અણીદાર ચપ્‍પુ, કાંટા વગેરેને રસોડાના અંદરના ખાનામાં કયારેય ન રાખો, પણ કોઈ ઊંચા સ્‍ટેન્‍ડ પર રાખો.
 • ગેસની સગડી હંમેશા ગેસ સિલિન્‍ડરના ઉપરના ભાગમાં રાખો.
 • ગેસ સિલિન્‍ડર બદલતી વખતે બારી-બારણાં ખુલ્‍લાં રાખો. ગેસ લીક થવાની જરા પણ શંકા જાય, તો દીવાસળી અથવા લાઈટર લગાવશો નહી, સાથોસાથ વીજળીનું કોઈપણ સાધન ચાલુ- બંધ ન કરશો.
 • રસોઈ બનાવવાની શરૂઆત કરતાં પહેલાં બધી જ પૂર્વ તૈયારીઓ કરી લેવી જોઈએ, જેવી કે, શાકભાજી સમારેલાં હોય, મસાલા તૈયાર હોય, લોટ બાધ્‍યો હોય વગેરે. જેથી ઉતાવળે કંઈ કરવું ન પડે અને રઘવાટ ન થાય.