જો ફોલો કરશો આ કિચન ટિપ્સ, તો બગડેલી રસોઇ પણ સુધરી જશે - Sandesh
  • Home
  • Lifestyle
  • જો ફોલો કરશો આ કિચન ટિપ્સ, તો બગડેલી રસોઇ પણ સુધરી જશે

જો ફોલો કરશો આ કિચન ટિપ્સ, તો બગડેલી રસોઇ પણ સુધરી જશે

 | 2:49 pm IST

અનેક સ્ત્રીઓથી રસોઈ બનાવતી વખતે નાની-નાની ભૂલો થતી હોય છે. આ ભૂલો એવી હોય છે જેનાથી રસોઇનો સ્વાદ બગડી જાય છે. પણ કેટલીક વાતોને ધ્યાનમાં મુકીને તમે કિચનના કામમાં પરફેક્શન લાવી શકો છો. તો આવો જાણીએ રસોઈ બનાવતા થનારી ભૂલોને સુધારવાની આ નાની નાની ટિપ્સ..

મીઠુ વધારે પડી જાય ત્યારે
જો શાક કે સૂપમાં મીઠુ વધુ પડી જાય તો એક ચોથાઇ બટાકુ છોલીને સૂપમાં નાખી દો. તે મીઠુ શોષી લેશે અને તમને સ્વાદ સાથે કોઈ સમજૂતી નહી કરવી પડે. પણ સૂપ સર્વ કરતા પહેલા બટાકા કાઢવાના ભૂલશો નહી. જો શાકભાજી સૂકી કે મસાલેદાર હોય તો બેસન નાખી શકો છો. આ પણ મીઠુ ઓછુ કરવાનુ કામ કરે છે.

ભાત બળી જાય ત્યારે
જો ચોખા બાફતી વખતે સાધારણ બળી જાય તો તેને ફેંકશો નહી. બસ ભાતને તાપ પરથી ઉતારીને તેની ઉપર સફેદ બ્રેડ દસ મિનિટ માટે મુકી દો. આ ભાતમાંથી બળેલી ખુશ્બુ ખતમ કરી દેશે અને ભાત ફરીથી ખાવા લાયક બની જશે.

ફુદીનાની ચટણી બનાવો ત્યારે
ફુદીનાની ચટણી જો તમે મિક્સરમાં બનાવી રહ્યા હોવ તો તેને વધુ ન ફેરવશો. વધુ ફેરવવાથી ફુદીનાના પાનમાંથી તેલની વિકૃત ગંધ નીકળે છે, જે ચટણીનો સ્વાદ બગાડી નાખે છે. ફક્ત ફુદીનાની ચટણી બનાવવા માંગતા હોવ તો ગ્રાઈડિંગ સ્ટોન મતલબ સિલબટ્ટા પર વાટી લો. આ રીતે ફુદીનાના પાનનું તેલ ધીરે ધીરે નીકળે છે. જેના કારણે સ્વાદ ખરાબ થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

રસભરેલુ લીંબૂ
એક લીંબૂમાં લગભગ ત્રણ ચમચી જેટલો રસ હોય છે. પણ આપણે ક્યારેય તેનો બધો રસ કાઢી નથી શકતા. તમે લીંબૂનો પુર્ણ રસ કાઢવા માંગતા હોય તો પહેલા વીસ સેકન્ડ માટે માઈક્રોવેવમાં ગરમ કરો. પછી તેને વચ્ચેથી કાપીને રસ કાઢો. જેનાથી લીંબૂનો બધો રસ નીકળી જશે.

દૂધને ફ્રીજમાં મુકવાનુ ભૂલી જાવો ત્યારે
જો તમે ગરમીમાં દૂધને ફ્રીજમાં મુકવાનું ભૂલી ગયા હોવ અને દૂધ ફાટવાનો ભય હોય તો તેમાં થોડો ખાવાનો સોડા નાખી દો. દૂધ નહી ફાટે.

ડુંગળી કાપો તો ત્યારે
ડુંગળી કાપતી વખતે આંખોમાં આંસુ આવવા સ્વભાવિક છે. પણ તેનાથી બચવાની એક સરસ ટિપ્સ છે. ડુંગળીને બે ભાગમાં કાપી લો. પછી એક મોટી વાડકીમાં પાણી લઈને તેના બે ભાગને થોડીવાર માટે પાણીમાં મુકી દો. થોડીવાર પછી જ્યારે ડુંગળી કાપશો તો આંખોમાંથી આંસુ નહી આવે. તમે ચાહો તો તમારા ચાકુ પર થોડો લીંબુનો રસ પણ નાખી શકો છો. તેનાથી પણ ડુંગળી સમારતી વખતે આંખોમાંથી પાણી નથી આવતુ. આ ઉપરાંત ડુંગળીને પોલી બેગમાં બાંધીને અડધો કલાક માટે ફ્રિજમાં મુકી દો. ત્યારબાદ ડુંગળી કાપો. આંસુ નહી આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન