જિયોને ટક્કર : માત્ર 500 રૂપિયામાં મળશે 4G સ્માર્ટફોન - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.8650 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • જિયોને ટક્કર : માત્ર 500 રૂપિયામાં મળશે 4G સ્માર્ટફોન

જિયોને ટક્કર : માત્ર 500 રૂપિયામાં મળશે 4G સ્માર્ટફોન

 | 4:07 pm IST

ભારતમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકો માટે મોટી ખબર છે કે હવે રિલાયન્સ જીઓને મોટી ટક્કર આપશે ભારતની આ ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ, વોડફોન ઈન્ડિયા અને આઈડિયા. 500 રૂપિયાના 4G સ્માર્ટફોન પર કામ કરી રહી છે. જાણકારી અનુસાર આ સ્માર્ટફોનની સાથે સાથે કંપનીઓ માત્ર 60-70 રૂપિયામાં વોઈસ કોલિંગની સાથે સાથે ડાટા ઓફર પણ આપી શકે છે.

જિયોને ટક્કર આપશે આ કંપનીઓ
આ ત્રણેય કંપનીઓનું એ પ્લાનિંગ છે કે જીઓ ફોન અને તેની સાથે 49 રૂપિયામાં મળનારા મંથલી પ્લાનને ટક્કર આપે. ટેલીકોમ કંપનીના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ કંપનીઓ પોતાના પાર્ટનર થકી ઓછી કિંમત વાળા સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે. સ્માર્ટફોનની સાથે તેના પ્લાન પણ સસ્તા પણ હોવા જોઈએ.

ઉલ્લેખનિય છે કે ત્રણેય કંપનીઓ પહેલાંથી જ હેન્ડસેટ ઉત્પાદકોની સાથે ભાગીદારી કરીને 4G સસ્તા સ્માર્ટફોન લોંચ કરી રહી છે. તેની સાથે નવા પ્લાન પણ લોંચ કરવામાં આવી રહ્યાં છે, જો કે હજી સુધી રિલાયન્સ જીઓ જેવા સસ્તા ફીચર ફોન આવ્યા નથી. તેથી એટલાં માટે જ જીયો ફોન સાથે વધારે વેચાઈ રહ્યાં છે.