NIFTY 10,326.90 +28.15  |  SENSEX 33,478.35 +118.45  |  USD 64.9475 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • આ સ્માર્ટ ફોન થયા સસ્તાં, પણ દુકાને દુકાને નહીં મળે

આ સ્માર્ટ ફોન થયા સસ્તાં, પણ દુકાને દુકાને નહીં મળે

 | 3:11 pm IST

શાઓમાં ઈન્ડિયાના વડા અને વાઈસ પ્રેસિડન્ટ મનુકુમાર જૈને જણાવ્યું છે કે લોકપ્રિય સ્માર્ટફોન શાઓમી રેડમી નોટ-4ના ભાવમાં રૂ. 1000નો ઘટાડો કરાયો છે. નવા ઘટાડેલા ભાવ સાથે આ સ્માર્ટફોન શાઓમીની વેબસાઈટ તથા ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરી શકાશે.

શાઓમી રેડમી નોટ-4નો ભાવ રૂ. 9,999થી શરૂ થાય છે. હવેથી ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી પણ તેની ખરીદી કરી શકાશે. જોકે ફ્લિપકાર્ટ પર 4જી રેમ અને 64 જીબી મેમરી સાથેના વેરિયન્ટ જ પર ઉપલબ્ધ હશે. તેના માટે રૂ. 11,000 સુધીની એક્સચેન્જ ઓફર પણ છે. બીજા શબ્દોમાં કહીએ તો આ રીતે સ્માર્ટ ફોન રૂ. 9,999 સુધીમા વસાવી શકાય છે.

આ જાહેરાતને પગલે રૂ. 10,999માં મળનાર 3જી રેમ/32 જીબી મેમરી સાથેના વેરિયન્ટ રૂ. 9,999માં મળશે. વળી આ જ વેરિયન્ટ પર રૂ. 9,000 સુધીની એક્સચેન્જ ઓફર પણ છે. ફ્લિપકાર્ટ પર બજાજ ફિનસર્વ ક્રેટિડ કાર્ડ પર લો કોસ્ટ ઈએમઆઈ એટલે કે હપ્તમાં પણ શાઓમાં રેડમી 4ના માલિક બની શકાય છે.