smartphone brands may further increase prices in India
  • Home
  • Featured
  • લોકડાઉન પુરૂ થતાંની સાથે જ મોંઘા થશે ફોન, જાણો તેની પાછળનું કારણ

લોકડાઉન પુરૂ થતાંની સાથે જ મોંઘા થશે ફોન, જાણો તેની પાછળનું કારણ

 | 3:40 pm IST

હાલ ભારતમાં 21 દિવસ માટે લોકડાઉન ચાલી રહ્યું છે. કોરોના સામેની આ જંગમાં દેશના તમામ નાગરીકોએ સાથ સહકાર આપ્યો છે. હાલ ખુબજ જરૂરી હોય તો જ ઘરની બહાર જવાની સલાહ આપવામાં આવી છે. ઘરે રહો સુરક્ષીત રહો તે નારા હેઠળ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

જો કે જેવુ લોકડાઉન ખતમ થશે સ્માર્ટફોનમાં મોંઘવારી ફાટી નીકળશે. સ્માર્ટફોન બ્રાન્ડ્સ તેની સાધન સામગ્રીની સપ્લાઈ ન થતા તેમજ રૂપિયામાં આવતા ચડાવ ઉતારને લઈને ભાવ વધારી શકે છે. સ્માર્ટફોન બ્રાન્ડ GSTમાં 12થી લઇને 18 ટકા કર્યા પછી હાલમાં જ ભાવ વધારી ચુકી છે.

એક રિપોર્ટ અનુસાર કિંમતમાં તગડી રકમ વધવાની છે. કેમકે ગ્રાહકો ફોન લેવાની જગ્યાએ જીવનજરૂરી સામાન પર વધારે ખર્ચ કરશે. આથી સ્માર્ટફોનની ડિમાન્ડ ઘટશે. તહેવારોની સિઝનમાં ડિમાન્ડ વધી જશે. કિંમત વધતા ગ્રાહકો ઓછુ રોકાણ કરશે.

વર્ષ 2020માં રિપ્લેસમેન્ટ સાઈકલ જોવા મળશે. બ્રાન્ડની કિંમત ઘટશે. ડિમાન્ડ ઘટતા ગ્રોથમાં ઘટાડો થશે. સ્પેરપાર્ટમાં અછત થતા માર્કેટમાં અસર થશે. IDCનું અનુમાન છે કે વર્ષ 2020માં ચીનની મોટાભાગની કંપનીઓ બંધ રહી હતી હવે ધીરે ધીરે ફરી શરૂ થતા તેમજ ભારતમાં હાલ ટ્રાન્સપોર્ટ સેવા બંધ હોવાથી તમામ કામ ધંધાઓ પર અસર થશે.

IDCનું અનુમાન છે કે ભારતમાં હેન્ડસેટ માર્કેટમાં 20-25 ટકાનો ઘરખમ ઘટાડો જોવા મળશે. કોરોના વાયરસના કારણે સ્માર્ટફોન ફીચરમાં અડધો અડધ ઘટાડો થતા ભાવમાં તોતીંગ વધારો થશે.

આ વીડિયો જુઓ: લોકડાઉનનો 14મો દિવસ, જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન