Technology: smartphone can help patients take pills on time
  • Home
  • Featured
  • સમય પર દવા લેવામાં દર્દીઓની મદદ કરશે સ્માર્ટફોન, ઓછુ થઇ શકે છે મૃત્યુનું જોખમ

સમય પર દવા લેવામાં દર્દીઓની મદદ કરશે સ્માર્ટફોન, ઓછુ થઇ શકે છે મૃત્યુનું જોખમ

 | 3:22 pm IST

સ્વાસ્થ્ય ખરાબ થવા પર ઘણીવાર સ્માર્ટફોનને જવાબદાર ઠેરવવામાં આવે છે, પરંતુ હૃદયના દર્દીઓ પર આ સ્માર્ટફોનનો સકારાત્મક પ્રભાવ પણ પડે છે. સંશોધનકર્તાઓને જાણવા મળ્યું કે એક સાધારણ એપ ચોક્કસ સમય માટે આ રોગીઓને સમયસર દવા લેવામાં મદદ કરનારી એક અસરકારક રીત હોઈ શકે છે, જેથી સમય પહેલા મોતના ખતરાને ઓછો કરી શકાય છે.

એક વાર હાર્ટએટેક આવ્યા બાદ ફરી તેને રોકવા માટે દર્દીઓને તેની દવા આપવામાં આવે છે. પરંતુ હોસ્પિટલમાંથી રજા બાદ પહેલા 30 દિવસમાં ચારમાંથી એક દર્દી ઓછામાં ઓછી એક દવા લેવાનું બંધ કરી દે છે.

તેનાથી ફરી સમસ્યા શરૂ થવાને કારણે ફરી હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા અને સમય પહેલા મોતનો ખતરો વધી જાય છે. વર્તમાનમાં તેના પાલનમાં સુધાર માટે કોઈ સરળ અને ખર્ચ અસરકારક વ્યૂહરચના નથી.

બ્યૂનસ આયર્સ કાર્ડિયોવાસ્કુલર ઈન્સ્ટિટ્યૂટના લેખક ક્રિસ્ટિયન એમ. ગાર્મેડિયાએ કહ્યું, ‘અમે અનુમાન લગાવ્યું કે, એપથી તેનું પાલન 30 ટકા વધશે, પરંતુ પ્રભાવ તેનાથી વધુ રહેશે.’

બ્યૂનસ આયર્સમાં આયોજીત 45મી આર્જેન્ટીના કોંગ્રેસ ઓફ કાર્ડિયોલોજી (એસએસી 2019)મા કરાયેલા અભ્યાસમાં તે સામે આવ્યું કે સ્માર્ટફોન એપ રિમાઇન્ડરનો ઉપયોગ કરનારા હૃદય રોગીઓને લેખિત નિર્દેશ પ્રાપ્ત કરનારા રોગીઓની તુલનામાં તેની દવા લેવાની વધુ સંભાવનાઓ હોય છે.

આ વીડિયો પણ જુઓ: ‘મહા’ વાવાઝોડાને લઈ 108 તંત્ર સતર્ક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન