Smartphone Company Oppo Announced its 5G Smart Phone in MWC 2019
  • Home
  • Featured
  • MWC 2019: Oppoએ 5G સ્માર્ટફોનની કરી જાહેરાત, 10X લોસલેસ જૂમ પણ રજૂ કરી

MWC 2019: Oppoએ 5G સ્માર્ટફોનની કરી જાહેરાત, 10X લોસલેસ જૂમ પણ રજૂ કરી

 | 12:55 pm IST

મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ(MWC) 2019 દરમિયાન 5G સ્માર્ટફોનનો જલવો જોવા મળશે. જોકે રિપોર્ટ મુજબ મેન ઇવેન્ટ શરૂ થતા પહેલા જ Oppoએ તેના પહેલા 5G સ્માર્ટફોનની જાહેરાત કરી છે. સ્પેનના બાર્સિલોના શહેર ખાતે MWC 2019નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાઇનીઝ સ્માર્ટફોન મેકર્સે કહ્યું કે તેમના પહેલા 5G સ્માર્ટફોનને ઈન્ટ્રોડ્યૂસ કરવા માટે તૈયાર છે અને લીડિંગ ટેલિકોમ ઓપરેટર સાથે ભાગેદારી કરશે. આ સિવાય કંપનીએ 10X જૂમ પણ રજૂ કર્યો.

MWC 2019માં 5G ટેક્નોલોજીને બધી સ્માર્ટફોન કંપનીઓ માટે નેક્સ્ટ સ્ટેપ તરીકે જોવામાં આવી રહી છે. તેથી Oppoએ પણ મોકાનો ફાયદો ઉઠાવતા 5G સ્માર્ટફોનની જાહેરાત કરી. કંપનીએ કહ્યું કે, 2019ના બીજા છ માસિકગાળા દરમિયાન 5G સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સાથે Oppo પણ સેમસંગ સાથે 5G સ્માર્ટફોન ઈન્ટ્રોડ્યૂસ કરવાવાળી કંપનીઓની લિસ્ટમાં સામેલ થઈ છે. તમને બતાવી દઈએ કે આ પહેલા સેમસંગે તેના Samsung Galaxy S10 5Gની જાહેરાત કરી હતી.

રિપોર્ટ મુજબ 2019માં યુએસ, સાઉથ કોરિયા, ચીન અને યરોપના કેટલાક ક્ષેત્રોમાં 5G સ્માર્ટફોન્સની સાથે નેક્સ્ટ જનરેશન ઇન્ટરનેટ આવી જશે. જ્યારે કેનાડા અને ભારત જેવા દેશોને આ સુવિધા માટે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે. Oppoના ઉપ પ્રમુખ એન્યી જિયાંગે કહ્યું કે, અમને નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી અને ઈનોવેશન મીડિયાની સાથે શેયર કરતા ગર્વ થઈ રહ્યો છે. અમે નવા ઇનોવેશન કરતા રહીએ છીએ અને યુઝર્સને વધુ સારા એક્સપીરિયન્સ આપવો અમારો ઉદ્દેશ્ય છે.

Oppoએ આ ઇવેન્ટમાં 10X લોસલેસ જૂમ ટેક્નોલોજી પણ રજૂ કરી હતી. 2017માં કંપનીએ 5X લોસલેસ જૂમ ટેક્નોલોજી ઈન્ટ્રોડ્યૂસ કરી હતી. કંપનીએ આ ફિચર સૌથી પહેલા ગત માસમાં ચીનમાં લોન્ચ કર્યો હતો અને હવે તેની ફોર્મલી જાહેરાત કરી છે. Oppo આ માટે ટ્રિપલ અથવા ડુઅલ સેટઅપ યૂઝ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન