Smartphone Moto G8 Power lite launch in Indian Market
  • Home
  • Featured
  • આખરે લોન્ચ થયો આ મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન, સસ્તી કિંમતમાં મળશે 5000mAhની બેટરી અને શાનદાર ફીચર્સ

આખરે લોન્ચ થયો આ મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન, સસ્તી કિંમતમાં મળશે 5000mAhની બેટરી અને શાનદાર ફીચર્સ

 | 6:01 pm IST

મોટોરોલાનો ખૂબ જ સસ્તો સ્માર્ટફોન Moto G8 Power lite આખરે ભારતીય માર્કેટમાં લોન્ચ થઈ ગયો છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે સસ્તી કિંમતમાં 3 કેમેરા સાથે 5000mAhની બેટરી મળે છે. આ ફોનની પહેલી સેલ 29 મેના રોજ રાખવામાં આવી છે. ફોનની કિંમત લગભગ 8,999 રૂપિયા બતાવવામાં આવી રહી છે.

Moto G8 Power liteના ફીચર્સ:

મીડિયા રિપોર્ટ મુજબ moto-g8 પાવર લાઇટમાં 6.5 ઇંચ આઈપીએસ એલસીડી સ્ક્રીન આપવામાં આવશે. જ્યારે સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે 2.3 ગીગાહાર્ટ્જ હીલિયો પી35 પ્રોસેસર સાથે 4 GB રેમ મળશે અને 64 GB સ્ટોરેજ ક્ષમતા મળશે. માઇક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજને 256 જીબી સુધી વધારી શકાશે. આ સિવાય ફોનમાં માઇક્રો યુએસબી પોર્ટ, 4જી એલટીઈ, બ્લૂટૂથ વર્જન 4.2, 3.5 મિલિમીટર હેડફોન જેક, જીપીએસ જેવી અન્ય કેટલીક સુવિધાઓ પણ આપવામાં આવશે.

Moto G8 Power liteનો કેમેરા સેટઅપ:

સિક્યોરિટી માટે બેક પેનલ પર ફિંગરપ્રિંટ સેન્સર પણ છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો ફોનમાં 16 એમપી પ્રાઇમરી કેમેરા સેંસર છે, 2 એમપી મેક્રો કેમેરા સેંસર, 2 એમપી ડેપ્થ કેમેરા સેંસર અને સેલ્ફી માટે 8 એમપી ફ્રંટ કેમેરા સેટઅપ છે.

આટલી છે કિંમત:

રિપોર્ટ પ્રમાણે Moto G8 Power lite સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં 8,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. જે આના 4GB રેમ + 64GB સ્ટોરેજ વેરિયંટની કિંમત છે. ફોનનું વેચાણ 29 મેના રોજ બપોરે 12 વાગ્યે ઇ-કોમર્સ કંપની ફિલ્પકાર્ટ પર શેરૂ થશે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં NGO દ્વારા પોલીસ સ્ટેશન સેનેટાઇઝ કરવામાં આવ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન