શું તમે સ્માર્ટફોન યુઝ કરો છો? રિપોર્ટમાં બહાર આવ્યું ચોંકવનારું સત્ય - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • શું તમે સ્માર્ટફોન યુઝ કરો છો? રિપોર્ટમાં બહાર આવ્યું ચોંકવનારું સત્ય

શું તમે સ્માર્ટફોન યુઝ કરો છો? રિપોર્ટમાં બહાર આવ્યું ચોંકવનારું સત્ય

 | 3:55 pm IST

હાલના વ્યસ્ત જીવનમાં સ્માર્ટફોન આપણાં દરેક કામ સરળ કરે છે. જો કે તાજેતરમાં જ હાથ ધરાયેલા એક સર્વેમાં ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. આ સર્વેમાં કહેવામાં આવી રહ્યું છે કે 2040 સુધીમાં સ્માર્ટફોન અને ડેટા સેન્ટર જેવી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી(આઇસીટી) જ પર્યાવરણ માટે સૌથી મોટો ખતરો બની જશે. કેનેડાની મૈકમાસ્ટર યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ દાવો કરવામાં આવ્યો છે.

આ અંગે અભ્યાસમાં 2005 સુધીના સ્માર્ટફોન, લેપટોપ, ટેબલેટ, ડેસ્કટોપની સાથો-સાથ ડેટા સેન્ટર અને કોમ્પ્યુનિકેશન નેટવર્ક જેવા ડિવાઇઝના કાર્બન ફુટપ્રિંટનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જે મુજબ સૉફ્ટવેરના કારણે કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો વપરાશ વધતાની સાથે જ આપણા અનુમાનથી ક્યાંય વધારે આઇસીટીના પ્રદૂષણની અસર પણ થઇ છે. મોટા ભાગે પ્રોડક્શન અને ઓપરેશનથી પ્રદૂષણ થઇ રહ્યું છે. મૈકમાસ્ટરના એસોસિયેટ પ્રોફેસર લૉફી બેલખિર અનુસાર, હજુ પ્રદૂષણમાં ગ્લોબલ કાર્બન ફુટપ્રિંટમાં આઇસીટીનું યોગદાન 1.5 ટકા છે. પરંતુ જો આ જ ટ્રેન્ડ ચાલતો રહેશે તો 2040 સુધીમાં તે 14 ટકા થઇ જશે. તમે કોઇ પણ મેસેજ, ફોન કોલ્સ, વીડિયો અપલોડ કે પછી ડાઉનલોડ કરતા હોવ તે માત્ર ડેટા સેન્ટરના કારણે જ સંભવ થઇ શકે છે.

સાથે જ તેમણે જણાવ્યું કે, ટેલિકોમ્યૂનિકેશન નેટવર્ક અને ડેટા સેન્ટરને કામ કરવા માટે બહુ વિજળીની જરૂરત હોય છે અને ફોસિલ ફ્યૂલ દ્વારા મોટાભાગના ડેટા સેન્ટરને ઉર્જા સપ્લાય કરવામાં આવતી હોય છે. જર્નલ ઑફ ક્લીનર પ્રૉડક્શનમાં પ્રકાશિત થયેલા એક સર્વેમાં કહેવામાં આવ્યું કે 2020 સુધી પર્યાવરણને સૌથી વધુ નુકસાન પહોંચાડશે તો તે “સ્માર્ટફોન” જ છે.

અત્રે નોંધનીય છે કે આ ડિવાઇઝ બહુ ઓછી ઉર્જા પર કાર્ય કરતું હોય છે પણ તેના પ્રોડક્શનને કારણે જ 85 ટકા જેટલું પ્રદૂષણ ફેલાતું હોય છે. આ ડિવાઇઢની લાઇફ લાઇન નાની હોવાથી ફરી તેનું પ્રોડક્શન કરવામાં આવે છે. વધુમાં યૂનિવર્સિટીની પ્રોફેસરે જણાવ્યું કે 2020 સુધીમાં સ્માર્ટફોન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ઉર્જા પર્સનલ કોમ્પ્યુટર અને લેપટોપથી ઘણી વધારે હશે.