SMC Election Result 2021 Live: Watch All Updates
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Election
  • SMC Election Result: મતગણતરી પૂર્ણ, કોંગ્રેસ મુક્ત કોર્પોરેશન બન્યું સુરત, BJP 93, AAPના 27 ઉમેદવાર જીત્યા

SMC Election Result: મતગણતરી પૂર્ણ, કોંગ્રેસ મુક્ત કોર્પોરેશન બન્યું સુરત, BJP 93, AAPના 27 ઉમેદવાર જીત્યા

 | 7:50 pm IST
  • Share

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકામાં 47.14 ટકા જેટલું મતદાન થયું હતું. સુરતમાં SVNIT અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ એમ બે સ્થળોએ મતગણતરી યોજાઈ રહી છે. 2015માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 39.63 ટકા મતદાન નોંધાયું હતું. આ વખતે સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 19 આંજણા-ડુંભાલમાં 56.18 ટકા અને સૌથી ઓછુ મતદાન 38.78 વોર્ડ 21 સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદમાં નોંધાયું છે.

જાણો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામના તમામ અપડેટઃ

  • સુરતમાં મતગણતરી પૂર્ણ, કોંગ્રેસ મુક્ત કોર્પોરેશન બની સુરત
  • સુરતમાં કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી
  • સુરતમાં ભાજપ 93, AAPના 27 ઉમેદવાર જીત્યા
  • શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાનું રાજીનામું
  • સુરતમાં કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી
  • સુરતમાં ભાજપ 93, AAPના 27 ઉમેદવાર જીત્યા

  • શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાનું રાજીનામું
  • નિલેશ કુંભાણી, ધનસુખ રાજપૂતની હાર
  • દિનેશ કાછડીયા, સુરેશ સુહાગીયાની હાર
  • વોર્ડ – 7 કતારગામ – વેડમાં ભાજપની પેનલ તૂટી
  • ભાજપના શહેર મહામંત્રી લલિત વેકરીયાની હાર
  • વોર્ડ – 7માં ભાજપ 2, AAP 2 બેઠક જીતી
  • સુરતમાં અસલમ સાયકલવાળાની કારમી હાર
  • સુરતમાં વિપક્ષના પ્રવિણ તોગડિયાની હાર
  • સુરત વોર્ડ – 5, 17માં આમ આદમી પાર્ટીની જીત
  • અત્યાસ સુધી સુરતમાં AAPના 21 ઉમેદવાર જીત્યા
  • વોર્ડ – 2, 4, 16માં આમ આદમી પાર્ટીની જીત
  • વોર્ડ – 8માં ભાજપના 3, AAPના 1 ઉમેદવારની જીત
  • સુરત વોર્ડ – 10, 14, 15, 23, 29માં ભાજપની જીત
  • સુરત વોર્ડ – 1, 6, 21માં ભાજપની પેનલ જીતી
  • વોર્ડ – 8માં ભાજપના 3, AAPના 1 ઉમેદવારની જીત
  • સુરત વોર્ડ – 10, 14, 15, 23, 29માં ભાજપની જીત
  • સુરત વોર્ડ – 1, 6, 21માં ભાજપની પેનલ જીતી
  •  સુરત વોર્ડ – 2, 4 અને 16માં આમ આદમી પાર્ટીની જીત
  • સુરત વોર્ડ – 10, 14, 15, 23, 29માં ભાજપની જીતઆમ આદમી પાર્ટીને સુરતમાં સફળતા મળી છે. સુરતમાં વોર્ડ નંબર 4 અને 16માં આપની જીત થઈ છે. 
  • સુરત વોર્ડ નંબર 14માં ભાજપની જીત
  • સુરત વોર્ડ નંબર – 23માં ભાજપની જીત
  • સુરતમાં વોર્ડ – 10, 15, 23માં ભાજપ આગળ
  • અલથાણ – બમરોલી – વડોદમાં કોંગ્રેસ આગળ
  • સુરતમાં વોર્ડ – 25, 29માં કોંગ્રેસ આગળ
  • સુરતમાં વોર્ડ – 1, 4, 6, 20, 21માં ભાજપ આગળ
  • સુરતમાં વોર્ડ – 25, 29માં કોંગ્રેસ આગળ
  • સુરતમાં 35 સીટો પર ભાજપ આગળ, 10 સીટો પર કોંગ્રેસ
  • ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ છે.
  • બંને મતગણતરી કેન્દ્રમાં એસવીએનઆઈટીમાં 16 અને ગાંધી એન્જનિયરિંગમાં 14 વોર્ડની મતગણતરી થશે.
  • એસવીએનઆઈટી ખાતે પોલીસ મહિલા કર્મચારીને તબિયત લથડતા 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે.
  • એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી હાથ ધરવામાં આવી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન