SME કેપિટલ માર્કેટમાં રોકાણકારોની સક્રિયતામાં વધારો – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • SME કેપિટલ માર્કેટમાં રોકાણકારોની સક્રિયતામાં વધારો

SME કેપિટલ માર્કેટમાં રોકાણકારોની સક્રિયતામાં વધારો

 | 1:11 am IST

SME વોચઃ મધુ લુણાવત

 

છેલ્લાં કેટલાંક સમયગાળામાં એસએમઇ કંપનીઓ રોકાણકારો માટે રોકાણના વૈકલ્પિક સ્રોત તરીકે ઉભરી આવી છે. એસએમઇ કંપનીઓની ઝડપી વૃદ્ધિની સાથે-સાથે માર્કેટ મેકિંગને કારણે રોકાણકારોની અનુકૂળતા વધી છે તેમજ તેમણે બજારમાં તરલતાની ચિંતા કરવી પડતી નથી. એસએમઇ આઇપીઓને મળી રહેલો બહોળો પ્રતિસાદ રોકાણકારોની સક્રિયતાનો મજબૂત પુરાવો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૨માં બીએસઇ અને એનએસઇએ એસએમઇ કેપિટલ માર્કેટ પ્લેટફોર્મ્સ લોન્ચ કર્યાં હતાં અને ત્યારથી ૩૩૬ પ્રગતિશીલ એસએમઇ કંપનીઓ આ બોર્સ ઉપર લિસ્ટ થઇ છે અને તેમણે સંયુક્તપણે રૂ. ૩,૪૪૯ કરોડનું મૂડી ભંડોળ એકત્ર કર્યું છે.

આઇપીઓના કદમાં વધારાની સાથે રોકાણકારોની હિસ્સેદારી પણ વધી રહી છે. મજબૂત ફંડામેન્ટલ ધરાવતી, પરિવાર દ્વારા પ્રમોટ કરાયેલી અને સંચાલિત એસએમઇને રોકાણકારોએ સારો પ્રતિસાદ આપ્યો છે. એમઆરએસએસ ઇન્ડિયા, અલ્ટ્રાકેબ (ઇન્ડિયા) લિમિટેડ, વીડલી રેસ્ટોરાં લિમિટેડ, એઆઇએફએલ, જિયા ઇકો લિમિટેડ, લાન્સર કન્ટેનર લાઇન્સ લિમિટેડ, મહેશ્વરી લોજીસ્ટિક્સ લિમિટેડ, લેક્સસ ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ, વન પોઇન્ટ વન સોલ્યુશન્સ લિમિટેડ વગેરે સહિતની કંપનીઓએ રોકાણકારોેને ખુબજ સારું વળતર આપ્યું છે.

મહત્ત્વપૂર્ણ છે કે મોટી કંપનીઓનો કારોબાર વિસ્તર્યાં પાછી તેમની વૃદ્ધિ રેન્જબાઉન્ડ રહે છે, જ્યારે કે એસએમઇ બોર્ડ ઉપર લિસ્ટ થયેલી ૩૩૬ કંપનીઓનું સરેરાશ ટર્નઓવર રૂ. ૫૦ કરોડથી નીચે છે. આ સંજોગોમાં ઊભરતી કંપનીઓનો કારોબાર ઝડપથી વિકસે છે અને રોકાણકારોને સારું વળતર મળી રહે છે. આ કંપનીઓએ વ્યાજનું ભારણ ઘટાડીને વૃદ્ધિ માટે મૂડી એકત્ર કરી હોય છે, પરિણામે તેમનો કારોબાર વિસ્તરવાની સાથે રોકાણકારોને ખુબજ સારું વળતર આપવા સક્ષમ બને છે.

એસએમઇ કેપિટલ માર્કેટમાં રોકાણકારોની સતત વધી રહેલી હિસ્સેદારી સકારાત્મક સંકેત છે. આ પહેલાં બ્લેકરોક મ્યુચ્યુઅલ ફંડ્સે મોમાઇ એપરલ્સ લિમિટેડમાં, યુનિયન બેન્કે એગ્રો ફોસ ઇન્ડિયા લિમિટેડમાં તેમજ મહેશ્વરી લોજીસ્ટિક્સ લિમિટેડ અને નંદાની ક્રિએશન લિમિટેડના આઇપીઓમાં મોટા બ્રોકરેજ હાઉસે રોકાણ કર્યું હતું. બોહરા ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડના આઇપીઓમાં એચએનઆઇની સાથે ડોમેસ્ટિક-ફોરેન ઇન્સ્ટિટયુનલ તથા રિટેઇલ રોકાણકારોએ ભાગ લીધો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારની હિસ્સેદારી મેળવનાર તે એનએસઇ ઇમર્જ ઉપરની પ્રથમ કંપની તરીકે ઉભરી આવી છે. આ ઉપરાંત લેક્સસ ગ્રેનિટોના આઇપીઓમાં ક્યુઆઇબી ક્વોટા ત્રણગણો છલકાયો હતો. આ સૂચવે છે કે એસએમઇ કંપનીઓની લોકપ્રિયતા વધી રહી છે.

વર્ષ ૨૦૧૭માં રોકાણકારોએ બમ્પર વળતર મેળવ્યું છે. વર્ષ ૨૦૧૭માં લિસ્ટ થયેલી ૧૩૨ કંપનીઓમાંથી ૩૯ કંપનીઓમાં લિસ્ટિંગના પ્રથમ દિવસે અપર સર્કિટ લાગી હતી. મહત્વપૂર્ણ છે કે યસ બેન્ક અને એચએસબીસી મીડ કેપ ઔઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે વન પોઇન્ટ વન સોલ્યુશન્સ લિમિટેડના આઇપીઓમાં ભાગ લીધો હતો અને આ એન્કર ઇનવેસ્ટરની હિસ્સેદારી ધરાવનાર તે પ્રથમ એસએમઇ આઇપીઓ બન્યો છે. બીજી તરફ મેજસ્ટિક રિસર્ચ ર્સિવસિસ એન્ડ સોલ્યુશન્સ લિમિટેડ, બેલ્લા કાસા ફેશન એન્ડ રિટેઇલ લિમિટેડ, લાન્સર કન્ટેનર્સ લાઇન્સ લિમિટેડ, શ્રેણીક લિમિટેડ, સુયોગ ટેલિમેટિક્સ લિમિટેડ વગેરે એસએમઇ સ્ટોક્સે પણ સારું વળતર આપ્યું છે.

રોકાણકારોની સક્રિયતાની સાથે-સાથે સબસ્ક્રિપ્શન પણ વધી રહ્યું છે અને આ વલણ જળવાઇ રહેવાની અપેક્ષા છે. સંસ્થાકીય રોકાણકારોએ પણ એસએમઇમાં રોકાણ શરૂ કર્યું છે, જે એસએમઇ માર્કેટમાં રોકાણકારોનો વધી રહેલો વિશ્વાસ દર્શાવે છે. જાહેરક્ષેત્રની કેટલીક બેન્કોની સાથે-સાથે જાણીતા વેલ્થ હાઉસ, પોર્ટફોલિયો મેનેજર્સ અને ફેમિલિ ઓફિસિસે પણ એસએમઇ સ્ટોકમાં રોકાણ વધારી રહ્યાં છે. આમ વર્ષ ૨૦૧૮માં પણ વધુ એસએમઇ કંપનીઓના લિસ્ટિંગ સાથે રોકાણકારોની રુચિ અને સક્રિયતામાં વધારો ચોક્કસપણે જોવા મળશે તેવી અપેક્ષા છે.