SME IPO: Good News For Surat KPI Glob, Oversubscribed by
  • Home
  • Business
  • સુરતની KPI ગ્લોબલનું રેકૉર્ડ બ્રેક સબસ્ક્રિપશન, અત્યાર સુધીના બધા રેકૉર્ડ તોડ્યા

સુરતની KPI ગ્લોબલનું રેકૉર્ડ બ્રેક સબસ્ક્રિપશન, અત્યાર સુધીના બધા રેકૉર્ડ તોડ્યા

 | 3:57 pm IST

સુરતમાં આવેલી કેપીઆઇ ગ્રુપની પેટા કંપની કેપીઆઈ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે સોલાર એનર્જી ક્ષેત્રેમાં સક્રિય છે. આ કંપની દ્વારા રૂ. 40 કરોડનાં IPO માટે એપ્લિકેશન મંગાવવામાં આવી હતી, પરંતુ કંપની માટે કંઇક વધારે જ સારા સમાચાર છે. કારણકે રૂ. 40 કરોડની જગ્યાએ રૂ. 460 કરોડની એપ્લિકેશન આવી છે. વર્ષ 2019માં આટલા મોટા પ્રમાણમાં અરજી મેળવનાર આ પહેલી કંપની છે. કેપીઆઈ ગ્લોબલનો ઇશ્યૂના ચોથા દિવસે રિટેલ ભાગ 10.21 ગણો અને ક્યુઆઇબી અને એચ.એન.આઈ.નો સંયુક્ત હિસ્સો 12.65 વાર સબ્સ્ક્રાઇબ થયો હતો. કંપનીના ઇક્વિટી શેર્સ બીએસઈsના એસએમઈ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવાની દરખાસ્ત છે.

કેપીઆઈ ગ્લોબલ સૌર ઊર્જા બનાવતી કંપની છે. આ કંપની દ્વારા ‘સોલારિઝમ’ બ્રાન્ડ હેઠળ ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર (“આઈપીપી”) અને કેપ્ટિવ પાવર પ્રોડ્યુસર (“સીપીપી”) એમ બંને પ્રકારના ગ્રાહકોને સેવા પુરી પાડવામાં આવે છે. આ વીજળીનાં વેચાણ માટે કંપનીએ એલએન્ડટી ગ્રૂપ, મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ જેવાં પ્રતિષ્ઠિત ગ્રાહકો સાથે પીપીએ કર્યા છે. કંપનીએ સોલારિઝમ પ્લાન્ટમાં 25 મેગાવોટ માટે સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપિત કરીને એની સૌર ઊર્જાની ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના બનાવી છે.

કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સ્થાપક ફારુક પટેલે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમારા આઇપીઓ માટે રોકાણકારો પાસેથી જે પ્રમાણે પ્રતિસાદ મળ્યો છે તેનાથી કંપની ખૂબજ ખૂશ છે. બીએસઈ એસએમઇના ભાગ રૂપે કેપીએ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સન્માનની બાબત છે. અમારા રોકાણકારો દ્વારા દાખવવામાં આવેલા વિશ્વાસ વગર આ શક્ય બન્યું નહોત. અમે આ બાબતે વિશ્વાસ ધરાવીએ છીએ કે એકસાથે આપણે બધા સમયના હિસ્સેદારો માટે મૂલ્ય આપીશું. 31 માર્ચ, 2018નાં રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે કંપનીની કુલ કાર્યકારી આવક રૂ. 31.56 કરોડ હતી અને કરવેરાની ચુકવણી પછીનો નફો રૂ. 11.41 કરોડ હતો. 30 સપ્ટેમ્બર, 2018નાં રોજ કંપનીની ચોખી આવક રૂ. 61.48 કરોડ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન